જૂનાગઢમાં દરેક વર્ગનાં મધ્યમવર્ગી પરીવારોની હાલત કફોડી : દરેક સમાજે ઘરે ઘરે જઈને મદદ કરવી જરૂરી

0

જૂનાગઢ શહેરમાં વસ્તા ખાસ કરીને મધ્યમવર્ગીય પરીવારોની આજે કફોડી હાલત બની છે. એક તરફ વેપાર, ધંધા, રોજગાર બંધ છે તો પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. આજે કડકડતી મોંઘવારીનાં આ સમયમાં આર્થિક ભીંસ અનુભવતા અને મધ્યમવર્ગીય (મીડલ કલાસ)ની શ્રેણીમાં આવતા પરીવારો કોઈની પાસે મદદ માંગી શકતા કે નથી. કોઈને કહી શકતા તેવી હાલત સર્જાઈ ચુકી છે ત્યારે તેવા આ મધ્યમવર્ગીય પરીવારોને પણ હાલના સમયમાં મદદની જરૂર છે. ત્યારે તેઓને મદદ કરવાની અપીલ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્રનાં માધ્યમથી જૂનાગઢનાં નાગરીક અને સારસ્વત બ્રહ્મ સમાજનાં યુવા વિજયભાઈ જાષીએ સમગ્ર સમાજને દાતાઓને, સેવાભાવી સંસ્થાઓને કરી છે અને આ બાબતે તાત્કાલીક સર્વે કરી અને મધ્યમવર્ગના પરિવારોનું ગૌરવ જળવાઈ રહે તેવી વ્યવસ્થા સાથે સહાય અને મદદ કરવા જૂનાગઢ સહીત સમગ્ર દેશમાં હાલ કોરોનાં સામેની કટોકટી ચાલી રહી છે. આ ખતરનાક બીમારીનાં આક્રમણને ખાળવા માટે લોકડાઉન એ જ શ્રેષ્ઠ ઉપાય હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતમાં લોકડાઉન જારી કરવામાં આવતાં છેલ્લાં ૧૮ દિવસ થયા લોકડાઉનની અમલવારી ચાલી રહી છે. આવશ્યક સેવાઓ સમય મર્યાદામાં ચાલુ રાખવામાં આવી છે અને સમયપૂર્ણ થતાં જ આવશ્યક સેવાઓ બંધ કરી દેવામાં આવતી હોય છે. આ સિવાઈ તમામ ધંધા, રોજગાર બંધ હાલતમાં હોય તેવા સંજાગોમાં વ્યવસાયકારો, મજુરો, કારીગરો સહિત હજારો લોકો બેરોજગાર બન્યાં છે. વેપાર ધંધા બંધ થતાં મધ્યમવર્ગના પરીવારોની હાલત ખુબ જ ખરાબ બની છે. સમાજનાં વિવિધ વર્ગોમાં રહેલા મધ્યમવર્ગના લોકો પોતાની સ્થિતિ અંગે કોઈને જણાવી પણ શકે નહીં તેવી સ્થિતિનું સર્જન નિર્માણ થયું છે અને થઈ રહયું છે. જા કે સરકારે ગરીબી રેખાની ઉપર આવતાં એપીએલ કાર્ડ ધારકોને એક માસનો પુરવઠો વિનામુલ્યે આપવાની જાહેરાત કરી છે. પરંતુ આ પુરવઠો પુરતો ન હોવાની ચર્ચાઓ મધ્યમવર્ગી પરિવારોમાં ઉઠવા પામી છે. દરમ્યાન જયારથી લોકડાઉન જારી કરવામાં આવેલ છે ત્યારથી લઈ આજ દિવસ સુધી સેવાકીય મંડળો, ધાર્મિક સંસ્થા, વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, સેવાધારી સૈનીકો, દાતાઓનાં સહયોગથી જરૂરીયાતમંદોને મદદ અને સહાય રાત-દિવસ જાયા વિના પુરી પાડી રહ્યાં છે અને આ સેવાયજ્ઞ થકી તો આપણું જૂનાગઢ શહેર અને જીલ્લો ઉજળો બન્યો છે. વર્તમાન સ્થિતિમાં મધ્યમવર્ગી પરીવારોની હાલત પણ આજે દયાજનક બની ગઈ છે. એક સર્વે અનુસાર સામાન્ય રીતે જાવા જઈએ તો જૂનાગઢ શહેરોમાં જીલ્લામાં વસ્તીનાં પ્રમાણમાં પ૦ ટકા લોકો સાવ ગરીબની કેટેગરીમાં આવતા હોય છે. પ૦ ટકા લોકો મધ્યમવર્ગમાં આવતાં હોય છે. જેમાંથી ૪૦ ટકા લોકો એવા હોય છે કે જુદાં-જુદાં વ્યવસાય, વેપાર ધંધા વગેરે દ્વારા રોજગારી મેળવતા હોય છે. જેમાં રોજેરોજની કમાણી ઉપર ગુજરાન ચલાવતા લોકોનો પણ સમાવેશ થતો હોય છે. જયારે ૧૦ ટકા એવા લોકો છે કે જેઓ સરકારી નોકરીયાત હોય છે. તેઓને મહીનો પુરો થતાં જ વેતન મળી જતું હોય છે. આ ઉપરાંત ર૦ ટકા લોકો એવા હોય છે કે જેઓની સ્થિતિ શ્રીમંતાઈની ઉંચાઈએ પહોંચેલી હોય છે. તેઓને કોઈ જાતની પસ્થિતિમાં ફેર પડતો હોતો નથી અને તેઓનું રોલીંગ ચાલ્યા કરતું હોય છે. આ સ્થિતિ લગભગ દરેક ગુજરાત તથા તાલુકા મથક શહેરોમાં પ્રવર્તી રહી છે. નિષ્ણાંતોનાં જણાવ્યા અનુસારની સ્થિતિ હોય છે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો વેપાર-રોજગાર બંધ છે. તેવા સંજાગોમાં ગરીબવર્ગ, જરૂરીયાતમંદ પરિવારોની સાથે-સાથે મધ્યમવર્ગના એવા સંખ્યાબંધ પરિવારો હશે કે જેઓની હાલત આજ કફોડી બની ચુકી છે. આમ મધ્યમવર્ગીય પરિવારોની હાલત અંગેનો કચાસ કાઢનાર જાગૃત નાગરીક એવા વિજયભાઈ જાષીની લાગણીસભર સંવેદના સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકના માધ્યમથી સેવાકીય મંડળો, સેવાભાવી સંસ્થા અને દાતાઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. વિજયભાઈ જાષીએ સર્વે સેવાભાવી સંસ્થા અને મંડળો તેમજ દાતાઓને અપીલ પણ કરી છે કે જૂનાગઢમાં વસવાટ કરતાં ગરીબ પરિવારોને પણ જા જરૂરી સહાય અને મદદ મળી શકે તો મધ્યમ વર્ગને પણ રાહત મળી શકે તેમ છે અને આ માટે એક સર્વે હાથ ધરી અને મધ્યમવર્ગી પરિવારને જાઈતી મદદ પુરી પાડવા અનુરોધ કરેલ છે. અત્રે ઉલ્લેનીય છે કે સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિનાં જરૂરીયાતમંદ પરિવારને જાઈતી મદદ અને રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું છે અને હજુપણ કોઈને જરૂરીયાત હોય તો વિજયભાઈ જાષી (મો.૯૮ર૪૮ ૬૮૭૬૬) નો સંપર્ક સાધવા જણાવેલ છે. મદદ લેનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેમ જણાવેલ છે. આ સાથે સારસ્વત બ્રહ્મ સમાજનાં દાતાઓને પણ સહાય કરવા અને જ્ઞાતિજનોને મદદ કરવાની અપીલ વિજયભાઈ જાષીએ કરી છે.

error: Content is protected !!