લોકડાઉનથી ભારતની સ્થિતિ કંગાળ થશે તજજ્ઞોની ચેતવણી !

0

કોરોનાના કહેર વચ્ચે લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે કે આગામી તા.૧૪થી વધુ આગળ લોકડાઉન ચાલશે કે નહીં ? આર્થિક બાબતોના જાણકારોના મતે હવે વધુ લોકડાઉન ભારતને કંગાળ કરી દેશે. આર્થિક બોજા એટલે વધી જશે કે લોકોનું જીવવું અઘરૂ થઈ જશે. ઘણાં લોકડાઉનની તરફેણ કરવાવાળા ચીનનો દાખલો આપે છે કે ત્યાં ૭૬ દિવસ લોકડાઉન હતુ પરંતુ તે લોકો નથી જણાવતા કે એ લોકડાઉન માત્ર હોટસ્પોટ એટલે કે વુહાન પુરતું જ હતું. ચિનના દરેક નાગરીકોને રોકડ સહાય તથા રાશન ઘર બેઠા પહોંચાડાતું હતું. ચિનનાં બાકીનાં શહેરો ધમધમતાં હતાં. આવી પસ્થિતિમાં ભારતે લોકડાઉનને આગળ વધારતા પહેલા વિચારવું ખુબ જ જરૂરી છે. લોકડાઉન સિવાય પણ શું કરી શકાય તે પણ વિચારવું રહ્યું તેમજ લોકડાઉનનું સ્વરૂપ કઈ રીતે બદલવું આ બાબત પણ વિચાર માંગી લે છે. બીજી કઈ-કઈ પધ્ધતિ અપનાવી શકાય તે પણ વિચારવું ખુબ જ જરૂરી છે. આ તકે ચાપલુસી કરતા લોકો કરતાં તજજ્ઞો તથા બૌધ્ધિક લોકો સાથે વિચાર વિમર્શ કરવો જરૂરી છે. આર્થિક, સામાજીક બેરોજગારી કૃષી જગત ખેડૂતોની સ્થિતિ અંગે વિચારવું જરૂરી છે. હા માં હા કરનાર દેશને આર્થિક સંકટમાં લઈ જશે. આ આર્થિક સંકટમાં ૯૦ ટકાથી વધુ ભારતમાં કદાચ કોરોનાથી બચી જનાર મધ્યમવર્ગી વર્ગ નથી તો રાહત માંગવા જઈ શકતો નથી. રાજય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા નિર્ણયો આ મધ્યમવર્ગની કમર તોડી ન નાખે તે ખાસ જાવાનું રહ્યું. હવે વિચારવાનું એ છે કે કોરોનાથી બચવા શું પગલા લઈ શકાય એ વિષય ઉપર ખાસ ગાઢ ચર્ચા થવી જાઈએ અને એ પ્રમાણમાં પગલાં લેવા જાઈએ. લોકડાઉન આગળ વધારતા પહેલાં વ્યવસ્થાઓ ઉભી કરવી ખુબ જ જરૂરી છે.હોસ્પિટલમાં અતિઆધુનિક સાધન સજ્જ કરવા, જીવનજરૂરી ચીજવસ્તુની ડિલવરીનું મજબુત નેટવર્ક તૈયાર કરવું. હોટસ્પોટ વિસ્તારની સંપૂર્ણ માહિતી મેળવી જીવન જરૂરી વસ્તુની ડિલવરી ખુબ અસરકારક તેમજ સોશ્યલ ડિસ્ટન્સની જવાબદારી સાથે કામગીરી કરવી પડે. ત્યારબાદ સંપૂર્ણ વિસ્તાર સીલ કરીને માત્ર હોટસ્પોટ વિસ્તારને જ લોકડાઉન જરૂરી બાકીનાં વિસ્તારોને તબક્કાવાર ૩, પ અને ૧૦ દિવસ એમ ત્રણ તબક્કામાં મુક્તિ જાહેર કરવી જાઈએ. આ મુક્તિ દરમ્યાન જે પણ વિસ્તારમાં કેસ નોંધાય ત્યાં લોકડાઉન જરૂરી. લોકડાઉન વિસ્તારનું સો ટકા મેડિકલ ચેકઅપ માટે મેડીકલ ટીમો ઉતારવીને ઘરઘર ચેકીંગ ફરજીયાત કરવું જાઈએ. હવે લોકડાઉન વધારાશે તો લોકોમાં હતાશા પેદા કરી શકે છે. તે અંગે દર ત્રણ દિવસે લોકડાઉન હટાવી પાછું ફરીથી ત્રણ દિવસ લોકડાઉન આવી સાયકલ અંગે પણ વિચાર કરવો જરૂરી બન્યો છે.

error: Content is protected !!