શ્રી કલ્યાણ ગુરૂધામ ભવનાથ ખાતે અન્નક્ષેત્ર શરૂ કરાયું

0

અખિલ ભારતીય રબારી સમાજ વડગુરૂ ગાદી શ્રી વડવાળા મંદિર દુધરેજધામ સંચાલિત શ્રી કલ્યાણગુરૂધામ ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે વૈશ્વિક મહામારી કોરોનાનાં કહેર વચ્ચે માનવ સેવા એજ પ્રભુસેવાની ભાવનાથી અને દરિદ્ર નારાયણની સેવા માટે ભુખ્યાને ભોજન અને તરસ્યાને જળ આપવાનું કાર્ય થઈ રહ્યું છે. મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી કનિરામબાપુ અને કોઠારી શ્રી મુકુંદ રામ બાપુની પ્રેરણા અને આજ્ઞાથી સદાવ્રત અન્નક્ષેત્ર ચાલુ કરેલ છે. જેમાં નાત જાતના ભેદભાવ વગર અઢારે આલમને અને જીવ માત્રની સેવા કરવામાં આવી રહી છે. અખિલ ભારતીય રબારી સમાજ ધર્મ ગુરૂ ગાદી શ્રી વડવાળા મંદિર દુધરેજધામ તરફથી આ અન્નક્ષેત્રમાં પધારી હરિ હરનો ટુકડો પામવા હાકલ કરવામાં આવે છે. અન્નદાનનાં આ મહાયજ્ઞમાં સેવના ભેખધારી સંત શ્રી ભુદરદાસજી મહારાજ , સંત શ્રી પરાગ દાસજી મહારાજ અને સેવક શ્રી જયેશગીરી જહેમત ઉઠાવી રહ્યા છે.