જૂનાગઢ જીલ્લા માહિતી વિભાગની લોકડાઉનમાં બેસ્ટ કામગીરીની શ્રેષ્ઠ સરાહના

0

વર્તમાન સમયમાં કોરોનાનાં ગંભીર ખતરા સામે દેશ લેવલે લોકડાઉનરૂપી યુધ્ધ ચાલી રહ્યું છે. દેશ ઉપર આવેલી કટોકટીનો સામનો સૌ સાથે મળીને કરી રહ્યાં છે. કોરોનાની કટોકટીનાં સમયે ગુજરાત સરકાર, જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર અને મીડીયા સાથે સંકલનનાં સેતુરૂપ મહત્વની ભૂમિકા અદા કરી રહેલા જૂનાગઢ જીલ્લા માહિતી વિભાગની સુંદર કામગીરીની સર્વત્ર સરાહના કરવામાં આવી રહી છે. જીલ્લા વહીવટી તંત્ર, આમ જનતા, મીડીયા જગત અને સરકાર દ્વારા પણ તેની નોંધ લેવામાં આવી રહી છે. આ તકે જૂનાગઢ જીલ્લા માહિતી વિભાગમાં ફરજ બજાવી રહેલા અને જૂનાગઢ સહિત વિવિધ જીલ્લામાં પણ ખુબ જ સારી કામગીરી બજાવનાર વર્ષોનાં અનુભવોનું દાયિત્વ બરાબર નિભાવી રહેલા નાયબ માહિતી નિયામક અર્જુન પરમારએ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ દેશ ઉપર તોળાઈ રહેલા ખતરારૂપ કોરોનાનાં સંક્રમણને ખાળવા અને કોરોનાની સાંકળ તોડવાનાં ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં લોકડાઉન અમલી બનાવવામાં આવેલ છે. ર૧ દિવસનાં પ્રથમ તબક્કાનાં લોકડાઉનને આપણે સૌએ સાથે મળી સફળ બનાવવામાં મદદરૂપ બન્યા છે અને બીજા તબક્કાનાં લોકડાઉનને પણ સફળ બનાવીએ અને આ સાથે જ ઘરમાં રહો, સુરક્ષીત રહો અને તમારા પરિવાર અને સમાજને સુરક્ષીત બનાવવા માટેની આપણે સૌ ફરજ બજાવીએ તેવી અપીલ કરી છે. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે કોરોનાની કટોકટીનાં સમયે સરકારી યોજનાની માહિતી તેમજ જૂનાગઢ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવાઈ રહેલા પગલા સહિતની માહિતી આમ જનતા સુધી પહોંચે તેવા અમારા નમ્ર પ્રયાસ રહ્યાં હોવાનું નાયબ માહિતી નિયામક અર્જુન પરમારે જણાવ્યું હતું. જૂનાગઢ જીલ્લા માહિતી કચેરી દ્વારા બજાવવામાં આવી રહેલી કામગીરીમાં એચ.પી.ગોજારીયા (અધિક્ષક), એ.બી.સવસાણી (સહાયક અધિક્ષક), ક્રિષ્નાબેન જી. સીસોદીયા (માહિતી મદદનીશ), બી.એચ.વિઝુંડા (સિનીયર કલાર્ક), એ.બી.પટેલ (ઓપરેટર), એ.એન.શેખ (સહાયક અધિક્ષક), ડી.આર.વાજા (પટ્ટાવાળા), શ્રીમતિ આર.એમ.કુરેશી (પટ્ટાવાળા) તેમજ રીતેષ ટીબલીયા (ફોટોગ્રાફર) સહિતનાં વિવિધ વિભાગની કામગીરી સંભાળતા કર્મચારી સંપૂર્ણ સહયોગ સાથે લોકડાઉનમાં એક પરીવારની જેમ સુંદર કામગીરી કરી રહેલ છે અને હાલનાં સંજાગોમાં મહિતી વિભાગની કચેરીમાં સોશ્યલ ડિસ્ટન્સ રાખવામાં આવે છે. સેનીટાઈઝર અને માસ્ક સાથે કર્મચારી ફરજ બજાવે છે તેમજ ગુજરાત રાજય સરકારી ગાઈડલાઈન મુજબ સ્ટાફની ઓલ્ટરનેટીવ વ્યવસ્થા રાખવામાં આવી છે. તેમજ હાલ મોટાભાગે સોશ્યલ મિડીયા અને ઈમેઈલ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હોવાનું નાયબ માહિતી નિયામક અર્જુન પરમારે જણાવ્યું હતું. આ ઉપરાંત માહિતી કચેરીને સંપૂર્ણ સેનીટાઈઝેશન કરાવેલ છે. કચેરીમાં આવતાં દરેક મુલાકાતીને પ્રથમ સેનીટાઈઝ કરવામાં આવે છે. તેમજ મીડીયા અને જીલ્લાતંત્ર વચ્ચે અસરકારક સંકલન જાળવવામાં આવી રહેલ છે. આરોગ્ય વિભાગ અને સીવીલ હોસ્પિટલ સાથે માહિતીનું સતત આદાન-પ્રદાન કરવામાં આવી રહેલ છે. તેમજ કચેરીમાં આવતાં મુલાકાતી કે અન્ય કચેરીમાં આવતાં કર્મચારીનું નામ, મોબાઈલ નંબર પણ નોંધવામાં આવે છે. વિશેષમાં કોરોનાનાં સંક્રમણને ખાળવા માટેની લેવામાં આવી રહેલી જીલ્લા વહીવટી તંત્ર તેમજ સંલગ્ન વિભાગ દ્વારા લેવાતાં પગલાની માહિતી ઉપરાંત શહેર અને જીલ્લાની છેલ્લી પોઝીશન અંગેની માહિતી પણ લોકો સુધી પહોંચે તે માટેનાં પ્રયાસો કરવામાં આવી રહ્યાં હોવાનું અને તેમાં જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર, સરકારશ્રી અને પ્રિન્ટ અને ઈલેકટ્રોનીક મીડીયાનો પણ સહયોગ રહેતો હોવાનું નાયબ માહિતી નિયામક અર્જુન પરમારે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારનાં વડપણ અને સીધી દેખરેખ હેઠળ દરેક જીલ્લામાં સરકાર હસ્તક માહિતી વિભાગની કચેરીઓ કાર્યરત હોય છે. આ વિભાગની મુખ્ય કામગીરી, સરકારની નિતી વિષયક યોજનાઓ, કામગીરી તેમજ મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ, સાંસદ, ધારાસભ્ય, વિવિધ વિભાગની સરકારી તંત્રની કામગીરી સહિતનાં વિશાળ કાર્યમંત્ર જે-તે જીલ્લાની માહિતી કચેરી સંભાળતી હોય છે. લોકઉપયોગી માહિતી આમ જનતા સુધી પહોંચાડવાની મહત્વની ફરજ પણ અદા કરે છે. સરકારી વિભાગો અને પ્રિન્ટ મીડીયા તથા ઈલેકટ્રોનિક મિડીયા વચ્ચેનું સંકલન જાળવવામાં પણ ચાવીરૂપ ભુમિકા અદા કરે છે. તેમજ સાફલ્ય ગાથાઓમાં જે-તે જીલ્લાની વાત અને મુઠી ઉંચેરા માનવીની વાતો અને તેઓએ જે-તે ક્ષેત્રમાં કરેલી કામગીરી અને પ્રગતીનાં અહેવાલ પણ સ્ટોરીરૂપે ગુજરાત સરકાર દ્વારા પ્રકાશીત ગુજરાત સાપ્તાહિકમાં પ્રગટ કરવામાં આવતા હોય છે. આમ સરકારનાં જ એક મહત્વનાં અંગ તરીકેની કામગીરી માહિતી વિભાગ સંભાળી પ્રચાર અને પ્રસારનું મહત્વનું કાર્ય કરી રહી છે. અત્રે યાદ આપવી જરૂરી છે કે કોરોનાની કટોકટી અને લોકડાઉનનાં સમયમાં જૂનાગઢ શહેર જીલ્લાની વિવિધ વિભાગોનાં અધિકારીઓને જવાબદારી સોંપી અને નિમણુંક આપવામાં આવી છે. ત્યારે મીડીયા માટેની જવાબદારી માટે નાયબ માહિતી નિયામક અર્જુન પરમારને સોંપવામાં આવી છે અને તેઓનાં વડપણ હેઠળ માહિતી વિભાગ જૂનાગઢ દ્વારા અસરકારક થઈ રહેલી કામગીરીની જીલ્લા વહીવટી તંત્ર, સરકાર અને મીડીયાએ નોંધ લીધી છે.

error: Content is protected !!