જૂનાગઢનાં દાણાપીઠ વિસ્તારમાં ભીડ નિવારવા પોલીસે અસરકારક પગલાં લીધાં

0

 

જૂનાગઢમાં દાણાપીઠમાં વેપારીઓ અને ગ્રાહકોની ભીડને નિવારવા માટે જૂનાગઢ પોલીસે અસરકારક પગલાં લીધા છે. જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર, જીલ્લા પોલીસવડા સૌરભસિંઘ અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે જે અંતર્ગત કેટલાક નિયમો જારી કરવામાં આવેલ છે. જેમાં ટુ /ફોર વ્હીલર વાહનો માટેની પ્રવેશબંધીનું પાલન કરાવવું, લોકલ માલ ભરવા માટે દુકાને લાગતી છકડો રીક્ષા ઝડપથી ભરીને બહાર નીકળી જાય એ જોવાનું, રસ્તા ઉપર રેકડીને વ્યવસ્થિત રીતે રખાવવી, દુકાનના ઓટા ઉપર માલ ડિલીવરી કરવા સીવાયનો માલ ન રહે અને વેપારીએ માલ અંદર જ રાખવો એ ધ્યાન રાખવું, ખાનાર કે કોઈ પણ વ્યક્તિ માલ ખરીદી કરે પછી એ માલ એના પ્રાઈવેટ ટુ વ્હીલ કે ફોર વ્હીલ વાહનમાં ભરવા માટે ર્પાકિંગ સુધી રેકડીનો જ ઉપયોગ કરે, દુકાનના કામકાજના સમયનું ચુસ્તપણે પાલન કરાવે, બાર વાગ્યે સીટીનો ઉપયોગ કરીને સૌને બંધ કરવા માટેની જાણ કરે, સોશ્યલ ડીસ્ટન્સ અને દરેકે-દરેક વ્યક્તિના મોઢા ઉપર માસ્ક / રૂમાલ કે કપડું બાંધે એવી સુચનાઓ પણ ખાસ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત દરેક વાહન બહાર રાખવા તેમજ જ્યારે માલ ભરવા આવવાની જરૂર હોય ત્યારે જ વાહન અંદર લાવવું તેમ જણાવેલ છે તેમજ નિવૃત્ત એએસઆઈ શંભુભાઈ પરમારની નિમણુંક દાણાપીઠ માટે કરવામાં આવી છે.

error: Content is protected !!