ગીર સોમનાથ જીલ્લામાં ફરસાણ-ઠંડાપીણાની દુકાનો ખુલ્લી રાખવા દેવા ચેમ્બરની માંગ

0

કોરોના સંક્રમણને અટકાવવા જાહેર કરાયેલ લોકડાઉનમાં વેપાર ચાલુ અને બંધ રાખવા અંગે સરકારે પ્રસિધ્ધ કરેલ જાહેરનામામાં જરૂરીયાતવર્ગના લોકોની આજીવીકાનું એકમાત્ર સાધન હોય તેવા ફરસાણ અને ઠંડા-પીણાના વ્યવસાય પ્રતિબંધ વ્યવસાયોની યાદીમાં રાખેલ છે.
જેથી છેલ્લા દોઢ માસથી બંન્ને વ્યવસાયો બંધ રહ્યા હોવાથી જરૂરીયાત વર્ગના લોકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહેલ હોવાથી બંન્ને વ્યવસાયની દુકાનો નિયમો અનુસાર ખુલ્લી રાખવા દેવા અંગે કોડીનાર ચેમ્બર અને વેરાવળના કોંગ્રેસી અગ્રણીઓએ કલેકટરને પત્ર લખી માંગણી કરી છે. કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હરીભાઇ વિઠલાણી, કોંગ્રેસ અગ્રણી દિનેશ રાયઠઠ્ઠા, બકુલ પટેલ, અફઝલ પંજાએ કરેલ લેખીત રજુઆતમાં જણાવેલ કે, છેલ્લા દોઢ માસથી ચાલી રહેલ લોકડાઉનમાં ગાઇડલાઇન્સ મુજબ પ્રતિબંધ હોવાથી ફરસાણ અને ઠંડાપીણાની દુકાનો સંપૂર્ણ બંધ રહી છે. આ બન્ને વ્યવસાયો સીમીત આવક ધરાવતા જરૂરીયાત વર્ગના લોકોની આજીવિકાનું એકમાત્ર સાધન છે. તેમ છતાં સરકારના નિર્ણયને સમર્થન આપી ૫૦ દિવસ સુધી બન્ને વ્યવસાય કરતા દુકાનદારોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખેલ છે તો બીજી તરફ રાજયના ખોરાક અને ઔષધ નિયંત્રણના કમિશ્નર દ્વારા બન્ને વ્યવસાયની પ્રોડકટોનું વેંચાણ થઇ શકે તે બાબતે ગાઇડલાઇન આપતું જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ છે. રાજયના અનેક જીલ્લાઓમાં ફરસાણના વેપારીઓને અમુક નિયમોને આધીન ચાલુ રાખવા છુટ આપવામાં આવી છે.
જયારે હાલ લોકડાઉનમાં કરીયાણુ કે પ્રોવીઝન સ્ટોર જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓનું વેંચાણ કરતી દુકાનોમાંથી તૈયાર પેકીંગ (વાસી) ફરસાણના પેકેટો બેરોકટોક વેંચાય રહયા છે. ત્યારે દરરોજ તાજુ ફરસાણ બનાવતા મુળ કંદોઇ વેપારીઓને પોતાની ફરસાણની દુકાનો ખોલવા ઉપર પ્રતિબંધ છે. જે ઉપરોકત મુદાઓને ધ્યાને લઇ પ્રતિબંધ ઉઠાવી લેવો જરૂરી છે. જયારે ઉનાળામાં જ ઠંડા-પીણાનો ધંધો સારો ચાલતો હોય છે જેના થકી ઠંડા-પીણાની દુકાનો ધરાવતા દુકાનદારો સારી એવી આવક રળી પોતાના પરીવારનું વર્ષભેર ગુજરાન ચલાવતા હોય છે. જેથી હાલ ઉનાળાનો પ્રારંભ હોય જેને ધ્યાને લઇ ઠંડા-પીણાની દુકાનો નિયમોને આધીન ખુલ્લી રાખવા માંગણી છે.

error: Content is protected !!