મેંદરડા તાલુકાનાં નાની ખોડીયાર ગામે મારામારી : સામસામી ફરીયાદ નોંધાઈ

0

મેંદરડા તાલુકાનાં નાની ખોડીયાર ગામે રહેતાં નારણભાઈ સોમાભાઈ ખાણીયાએ પોલીસમાં આ કામનાં આરોપી રવિ રમેશ, હીરેન જેન્તી, રમેશ ગોવિંદ, મનીષ રમેશ, સુરેશ ચંદુ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં આરોપી રવિ રમેશ અને હીરેન જેન્તીએ ફરીયાદી સાથે બોલાચાલી કરી ગ્રામ પંચાયતનાં કામ બાબતે દિલીપભાઈએ આરટીઆઈ માહીતી માંગેલ તેની સાથે તું શું કામ જા છો તેમ કહી ફરીયાદીને આરોપી રવિ રમેશે લોખંડનો પાઈપ માથામાં મારી તથા હીરેન જેન્તીએ ઢીકાપાટુનો મારમારી ગાળો કાઢતાં ફરીયાદી ત્યાંથી ભાગીને પોતાના ઘરે જતા આરોપી રમેશ ગોવિંદ, મનીષ રમેશ, સુરેશ ચંદુએ ફરીયાદીને જેમફાવે તેમ ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા કરી એકબીજાને મદદગારી કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે આ બનાવ અંગે સામાપક્ષે પણ મનિષભાઈ રમેશભાઈ પરમારે આશિષ ખાણીયા, રાહુલ હમીરભાઈ, હમીર જેઠાભાઈ, હરપાલ હમીરભાઈ, દિનેશ મુળાભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામના આરોપી આશિષ ખાણીયાએ ફરીયાદી તથા સાહેદને ગાળો કાઢતાં સાહેદે ગાળો દેવાની ના પાડતાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ આરોપી આશિષ ખાણીયા તેના ઘરેથી પાવડાનો ધોકો તથા હાથો લઈ આવી સાહેદને ગાળો કાઢી માર મારેલ અને સાહેદ રવિને માથામાં પાવડાનો ધોકો મારી ઈજા કરેલ તેમજ અન્ય આરોપીઓએ પાછળથી આવી ફરીયાદી તથા સાહેદનાં ઘર પાસે છુટા પથ્થરોનાં ઘા કરી મકાનની બારીનો કાચ તોડી નુકશાન કરતાં પોલીસે આ બનાવ અંગે બંને પક્ષોની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!