સાબલપુર બસ સ્ટેન્ડ પાસેથી દેશી દારૂ તથા ઓટો રીક્ષા મળી કુલ રૂ.૧.૦૩ લાખનો મુદ્દામાલ ઝડપાયો

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભસિંઘના સીધા માર્ગદર્શન હેઠળ હાલ સમગ્ર દેશમાં ભારત સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરેલ હોય અને જે લોકડાઉન દરમ્યાન દારૂ-જુગારની પ્રવૃત્તિ કરતાં ઈસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ કરતાં ઈસમો મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની ડ્રાઈવ રાખવામાં આવેલ હોય જે અનુસંધાને જૂનાગઢ નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાનાં માર્ગદર્શન તેમજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં વી.યુ.સોલંકીની સુચનાથી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવી પ્રવૃત્તિ કરતાં ઈસમો ઉપર કાર્યવાહી કરવા માટે પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન એએસઆઈ વી.એલ. પાતરને મળેલી બાતમીનાં આધારે સાબલપુર બસ સ્ટેન્ડ પાસેથી દેશી દારૂ લીટર ૧૬૦ રૂ.૩ર૦૦ તથા ઓટો રિક્ષા રૂ.૧ લાખ મળી કુલ રૂ.૧,૦૩,ર૦૦નાં મુદ્દામાલ સાથે સતીષભાઈ શાંતીલાલ ડાભી (જાતે.કુંભાર)ને ઝડપી લીધો હતો. જયારે આ દરોડા દરમ્યાન ચેતન કમલેશભાઈ સોલંકી હાજર નહીં મળી આવતાં તેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

error: Content is protected !!