માંગરોળ : મોબાઈલની દુકાનમાંથી રોકડ અને મોબાઈલની ચોરી

લોકડાઉનમાં સતત પોલીસ પેટ્રોલિંગ વચ્ચે માંગરોળમાં તસ્કરો ત્રાટક્યા હતાં. માંગરોળનાં બસ સ્ટેન્ડ પાસે સતત પોલીસનો પહેરો લાગેલો છે ત્યારે આજ સ્થળે જ રાત્રે તસ્કરો એક મોબાઇલની દુકાનોમાંથી મોબાઈલ અને રોકડ રકમ ચોરી જતાં ચકચાર મચી જવા પામી છે. નવા બસ સ્ટેન્ડના મેજર મો.અલી શોપીંગ સેન્ટરમાં આવેલી આર્યન મોબાઇલ નામની દુકાનમાંથી મોબાઈલ અને રોકડ રકમની ચોરી થઈ છે. મોબાઈલ દૂકાનની પાછળના ભાગે બસ સ્ટેન્ડમાં પડતી બારીનાં સળીયા તોડી તસ્કરો દુકાનમાં ઘુસ્યા હતાં. દુકાનમાં રીપેરીંગ માટે આવેલા મોબાઈલ એસેસરીઝ અને રોકડ રકમ સહિત ૭૦ હજારની ચોરી થઈ હોવાનું દુકાનદારે પોલીસમાં ફરીયાદ કરતા માંગરોળ પોલીસે તપાસ હાથ ધરી છે. તસ્કરોની ભાળ મેળવવા પોલીસે બસ સ્ટેન્ડનાં સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

error: Content is protected !!