જૂનાગઢમાં કોરોનાનાં રોગથી બચવા માટે હોમિયોપેથીક દવાનું વિતરણ કરતા ડો. ભાવેશ શાહ

0

જૂનાગઢ સહિત રાજયભરમાં અને દેશભરમાં કોરોનાની બિમારીએ અજગર ભરડો લીધો છે ત્યારે એકતરફ સાવચેતી અને તકેદારીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની દવાનું સેવન કરવામાં આવી રહેલ છે. જૂનાગઢ શહેરમાં ગુણાતીત નગર વિસ્તારમાં રહેતાં ડો.ભાવેશ શાહ દ્વારા ખાસ પ્રકારની દવાનું વિતરણ કરવામાં આવેલ છે.  ભારત સરકારનાં આયુષ મંત્રાલય દ્વારા કોરોના વાયરસની હોમિયોપેથીક દવાનાં આર્સનીક આલ્બમ-૩૦ ભલામણ કરવામાં આવે છે તે દવા વિનામુલ્યે ગુણાતીત નગર સોસાયટીમાં લોકોને મળી શકે તે માટે વિનામુલ્યે વ્યવસ્થા કરવામાં આવી હતી. ડો. ભાવેશ શાહ બી-પ૬, બી-ઝોન ગુણાતીતનગર ખાતે સાંજના ૬ થી ૭ વચ્ચે તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. સોસાયટી તેમજ આસપાસનાં લોકોએ આ દવા પ્રાપ્ત કરી અને તેનું સેવન કરેલ છે. ડો. ભાવેશ શાહે લોકોને સાવચેતી જાળવવા પણ અપીલ કરી છે જેમાં ઘરની બહાર નીકળતી વખતે તેમજ સોસાયટીમાં હરતી-ફરતી વખતે પણ મોઢે માસ્ક બાંધવો અને જા કોઈ બહારગામથી આવ્યા હોય તો તેઓને પણ પોતાનાં રિપોર્ટનું ચેકીંગ કરાવવાની અપીલ કરી છે. અને હોમ કોરોન્ટાઈનમાં રહેવું જરૂરી છે. હોમિયોપેથીક દવા આર્સનીક આલ્બમ-૩૦ની આ દવાનો ફાયદો અને તેનું સારૂં પરિણામ લોકોમાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડો. ભાવેશ શાહ (ડીએચએમએસ) (મો. ૯૪ર૭ર ૪રપ૬૭) હોલીસ્ટીક હોમિયોપેથીક છેલ્લા ર૦ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. દરેક પ્રકારનાં જુના હઠીલા રોગનો હોમીયોપેથીક ઈલાજ કરી રહયા છે અને તેમની પાસે આવેલા દર્દીઓને રાહત અને નવજીવન પણ પ્રાપ્ત થયું છે.

error: Content is protected !!