સ્વામિનારાયણ ગુરૂકુલ કોલેજ ઓફ આઈટી એન્ડ સાયન્સ જૂનાગઢની ટીમ એનએસએસ દ્વારા જૂનાગઢ જિલ્લામાં હાલ ચાલી રહેલ કોરોના મહામારી વચ્ચે સેવા કાર્ય ચાલી રહ્યું છે જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં આવેલ વિવિધ સરકારી બેંકો, રાશનની દુકાન, શાકમાર્કેટ, પોલીસ સ્ટેશન સહિતનાં વિવિધ સ્થળો ઉપર સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા, આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરવા લોકોને માહિતગાર કરાઈ રહ્યા છે. આ માટે હાલ ૩૮ એનએસએસ સ્વયંસેવકો પ્રોગ્રામ ઓફિસર રાજદીપ એ. જાષીનાં સંચાલન અને માર્ગદર્શન હેઠળ સેવા કાર્ય કરી રહ્યાં છે.