ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું જૂનાગઢ જીલ્લાનું ૭ર.૧૯ ટકા પરિણામ

0

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની લેવાયેલી પરિક્ષાનું ગઈકાલે ઓનલાઈન પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. સવારથી જ વિદ્યાર્થીઓ પરિણામ જાણવા ઉત્સુક હતાં. ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં જૂનાગઢ જીલ્લાનું ૭ર.૧૯ ટકા પરિણામ જાહેર થયું છે જયારે જૂનાગઢ નોર્થ ઝોનમાં ૭૭.૦૩ ટકા, સાઉથ ઝોનમાં ૭ર.૧ર ટકા અને કેશોદ ઝોનમાં ૪૯.૭૩ ટકા પરિણામ રહ્યું હતું. આ વર્ષે કોરોના મહામારીનાં ગંભીર રોગચાળામાં સપડાયેલાં જૂનાગઢ સહિત ગુજરાતભરમાં અને દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને આવતીકાલે લોકડાઉનનો ચોથો તબક્કો શરૂ થવાનો છે. લોકડાઉન દરમ્યાન શાળા, કોલેજ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી છે અને હજુ કયારે ખુલશે તે પણ અનિશ્ચિત છે તેમજ વિદ્યાર્થીઓની પરિક્ષા લેવાઈ ગયા બાદ કોરોનાની આ મહામારીમાં પરિણામ કયારે જાહેર થાય ? તે બાબત પણ અનિશ્ચિતતા પ્રવર્તતી હતી. દરમ્યાન ગઈકાલે ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવેલ છે. તેજસ્વી વિદ્યાર્થીઓને ત્યાં આનંદ અને ઉત્સાહભર્યું વાતાવરણ જાવા મળ્યું છે. જયારે જે શૈક્ષણિક સંસ્થાઓનાં વિદ્યાર્થીઓ ટોપ ઉપર આવ્યાં છે તે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન અને અભિનંદનની વર્ષા કરવામાં આવી હતી.  માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવાઈ હતી. જેનું ગઈકાલે પરિણામ જાહેર થયું છે. જૂનાગઢ જીલ્લાનું ૩ કેન્દ્રનું ૭ર.૧૯ ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ કરતાં ર.૩૧ ટકા ઓછું છે. વર્ષ ર૦૧૯માં જીલ્લાનું પરિણામ ૭૪.પ૦ ટકા રહ્યું હતું. જા કે છેલ્લાં ૪ વર્ષનાં પરિણામ ઉપર નજર કરીએ તો જૂનાગઢ જીલ્લાનાં વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં સતત ઘટાડો આવ્યો છે.  ૪ વર્ષમાં સરેરાશ ૧૮.૮૭ ટકા પરિણામ ઘટ્યું છે. વર્ષ-ર૦૧૮માં ૭૬.૩૯ ટકા અને વર્ષ ર૦૧૯માં ૭૪.પ૦ ટકા પરિણામ આવ્યું હતું. આ ઉપરાંત એવન વિદ્યાર્થીઓમાં ઘટાડો થયો છે. જૂનાગઢ જીલ્લામાં ૩ કેન્દ્રો ઉપર ૪૦૧૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૪૦૦૬ વિદ્યાર્થીઓ ઉપÂસ્થત રહ્યાં હતાં અને ર૮૯ર વિદ્યાર્થીઓ ઉર્તીણ થયા છે. જયારે ૧૧૧૯ છાત્રોને પરિણામમાં સુધારાની જરૂર છે. આ ઉપરાંત જીલ્લામાં એવન ગ્રેડમાં માત્ર એક જ વિદ્યાર્થી આવ્યો છે. એ-વન ગ્રેડ મેળવનાર પોપટાણી મોહિત ચંદ્રકાંતે સાયન્સનાં વિષયોમાં ૯૯.૯૯ પીઆર અન્ય વિષયોમાં ૯૯.૯પ મેળવ્યા છે. કેન્દ્ર મુજબ પરિણામમાં જૂનાગઢ નોર્થમાં ૭૭.૦૩ ટકા, જૂનાગઢ સાઉથમાં ૭ર.૧ર ટકા અને કેશોદમાં ૪૯.૭૩ ટકા. જયારે એ-૧ ગ્રેડમાં ૧ છાત્ર, એ-રમાં પપ, બી-૧માં રપ૯, બી-રમાં પ૮૯, સી-૧માં ૮૪૬, સી-રમાં ૯પ૧, ડીમાં ૧૯૦ અને ઈ-૧માં ૧ અને એનઆઈ-૧માં ૧૧૯ છાત્રો રહ્યાં હતાં.

error: Content is protected !!