વડાપ્રધાને જાહેરાત કરી હતી કે કોરોના સંકટથી અસરગ્રસ્ત તમામ સેક્ટર અને તમામ લોકો માટે ૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવેલ છે જે અંતર્ગત કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણે આ પેકેજમાં ગરીબ અને શ્રમિક કામદારો તેમજ ખેડૂતો, માછીમારો, એમ.એસ.એમ.ઈ તથા કોર્પોરેટ જગત માટે રાહતો ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ.મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ નાણામંત્રી અને વડાપ્રધાનની આ જાહેરાતોને આવકારી અભિનંદન પાઠવ્યા છે.
વડાપ્રધાનશ્રીના વિઝનને મહત્વ આપીને લેન્ડ, લેબરઅને લીકવીડીટીને પ્રાધાન્ય આપીને સમગ્ર દેશ ‘આત્મ નિર્ભર’ બનાવવાની દિશામાં એક મોટું પગલું હોય વિદેશ ઉપર આધારિત નહીં પરંતુ સ્થાનિક બ્રાન્ડને વૈશ્વિક બ્રાન્ડ બનાવવા આત્મનિર્ભર બનવાનું છે.
• નાણામંત્રીએ નાના ઉદ્યોગો માટે ખોલી તિજોરી, સ્જીસ્ઈ ઉદ્યોગના વિકાસ માટે ૫૦ હજાર કરોડ ફાળવાયા જેના અગત્યના પાસામાં ૪ વર્ષ માટે સ્જીસ્ઈને અપાશે લોન તેમાં પહેલા ૧ વર્ષ માટે કોઈ જ વ્યાજ નહીં
• લોન માટે ૧૨ મહિનાનો મોરેટેરિયમ પીરિયડ એટલે કે લોનમાંથી રાહત
• સ્જીસ્ઈ ને ૩ લાખ કરોડ રૂપિયાની લોન કોઈ ગેરેંટી વિના આપવામાં આવશે, ૪૫ લાખ ઉદ્યોગોને ફાયદો ફાયદો થશે
• ૧૦૦ કરોડનું ટનઓવર હોય તો સ્જીસ્ઈ લોનમાં મળશે રાહત. – ૪૫ લાખ એકમોને આ લોનથી થસે લાભ.
• સ્જીસ્ઈ સેક્ટરને ૩ લાખ કરોડ રૂપીયાની ગેરેંટી વગરની લોન
• ભારતમાં વ્યાપાર કરવો વધારે સરળ બનશે .
• ૨૦૦ કરોડ સુધીનું ટેન્ડર ગ્લોબલ ટેન્ડર નહીં ગણાય .
• ઉદ્યોગોને લાભ પહોંચાડવા સ્જીસ્ઈ ણી વ્યાખ્યામાં કરાયા પરિવર્તન.
• હવે ૨૫ લાખના બદલે ૧ કરોડ સુધીના ધંધાને માઇક્રો યુનિટ ગણવામાં આવશે.
• જે સ્જીસ્ઈ પોતાનો વ્યાપ વધારશે તેને થશે લાભ.
• ઈઁહ્લમાં સરકાર તથા કર્મચારીના બન્નેની સંયુક્ત કપાત એટલે કે ૨૪% રકમ વધુ ૩ મહિના સુધી સરકાર જમા કરાવશે.
• ૧૫ હજાર કરતાં ઓછા પગાર ધારકોને થશે લાભ.
• સ્જીસ્ઈ લોન માટે ૧૦ હજાર કરોડ રૂપિયાની જાહેરાત.
આ વૈશ્વિક મારામારીમાં સમગ્ર દેશના લઘુ મધ્યમ ઉદ્યોગો અને ગરીબ મધ્યમ વર્ગ માટે ભારત સરકારે જાહેર કરેલ રાહત પેકેજ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણને અભિનંદન પાઠવું છું અને આ પેકેજને આવકારૂ છું તેમ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું.