જૂનાગઢ સહિત દેશભરમાં કોરોના વાયરસનાં ગંભીર રોગચાળા સામે ચોથા તબક્કાનું લોકડાઉન આજથી શરૂ થયું છે. ગુજરાત રાજયનાં ૩૩ જીલ્લાઓમાં કોરોના વાયરસનાં સંક્રમણને કારણે કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જૂનાગઢ જીલ્લામાં પણ ગત તા.પ થી કોરોના અંગેનું ખાતું ખુલ્યું હતું. અને અત્યારસુધીમાં એટલે કે આજનાં દિવસ સુધીમાં જૂનાગઢ જીલ્લામાં કુલ ૧૧ કેસો કોરોનાનાં થઈ ગયાં છે. સરકારી તંત્ર દ્વારા અપાયેલાં આંકડા અનુસાર જૂનાગઢમાં ૧, ભેંસાણ ૪, વિસાવદર ૪, માળીયા ૧, માંગરોળ ૧ મળી કુલ ૧૧ કેસો થયાં છે. જેમાંથી ભેંસાણનાં ર કેસમાં રિપોર્ટ નેગેટિવ આવતાં આ બંને દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. જયારે આજે જૂનાગઢ સીટી અને માંગરોળનાં દર્દીને પણ ડિસ્ચાર્જ કરવામાં આવશે. ગઈકાલે રાણપુર ગામમાં ર પોઝિટીવ કેસ આવ્યા હતાં. જેમાં ૩પ વર્ષની †ી એક ચુડા સરકારી દવાખાનાનાં લેબોરેટરી ટેકનિશ્યન અને એક સુરતથી આવેલ મહિલા આ બંનેની ૩પ વર્ષની ઉંમર છે. આ બંને કેસ પોઝિટીવ હોય કુલ જૂનાગઢ જીલ્લામાં કોરોના પોઝીટીવ ૧૧ કેસોની સંખ્યા થઈ હોય અને તેમાંથી ૪ને આજે સવારે ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. બીજી તરફ જૂનાગઢ જીલ્લામાં જુદાં-જુદા વિસ્તારમાં કોરોના પોઝિટીવ કેસો આવેલ હોય જેને પગલે આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીનાં પગલાં લેવામાં આવ્યાં હતાં. કન્ટેઈન્મેન્ટ વિસ્તાર એવા ભેંસાણમાં ર૪૭ર ઘરોમાં સર્વે કરવામાં આવેલ હતો. જયારે મધુરમનાં પ્રિયંકા પાર્ક-ર માં ૧૧૮ ઘરોનો સર્વે કરવામાં આવેલ, માંગરોળનાં ર૦ ઘરો તેમજ પ્રેમપરા વિસાવદરમાં પ૦પ ઘરો, પાણકુવા અને માળીયાનાં ૪ ઘરો તેમજ બરડિયા વિસાવદરનાં ૮૩ ઘરોનો સર્વે કરવામાં આવેલ હતો. વિશેષમાં કોરોના વાયરસનાં કેસોએ દેખા દિધી છે ત્યારે હાલનાં સંજાગોને જાતાં અને અવરજવરની દૃષ્ટિએ જાઈએ તો હવે વધુ એક ખતરો તોળાઈ રહ્યો છે કે જે લોકલ ટ્રાન્સમિશનનો ખતરો ઉભો થયો છે અને જેની સામે તમામ લોકોએ સાવચેતી જાળવવી અત્યંત જરૂરી છે.