જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક આવેલ ગાદોઈ ટોલનાકા ઉપર ગત તા.૩૦ જૂન ૨૦૨૪ના રોજ આઈકાર્ડ બતાવવા મુદ્દે કોડીનારના તત્કાલીન પીઆઈ ભોજાણી અને તેમના સહકર્મી અને અન્ય શખ્સો સામે ટોલનાકાના કર્મચારી સાથે મારામારી કરી લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી અને આર્મસ એક્ટ મુજબ વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હતો. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ તાજેતરમાં પીઆઈ ભોજાણી વંથલી પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર થયા હતા. ત્યારે પીઆઈ ભોજાણી સાથે મારામારીમાં સામેલ પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશ પુનાભાઈ ચાવડાની વંથલી પોલીસે ધરપકડ કરી ૨ દિવસનાં રિમાન્ડ ઉપર મેળવી વધુ તપાસ હાથ ધરી છે.