જૂનાગઢમાં બે યુવાનોએ આપી કોરોનાને મહાત, સિવિલ હોસ્પીટલની પરફેક્ટ સારવાર

0

કોરોના મહામારી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં આજે બે યુવાનોએ કોરોનાને મહાત આપી હતી. જૂનાગઢ સિવિલ હોસ્પીટલ ખાતે સાત દિવસની સારવાર બાદ માંગરોળ અને જૂનાગઢનાં બે યુવાનો સાજા સારા થતાં ગઈકાલે રજા આપવામાં આવી હતી. આ બન્ને યુવાનો સરકારની ગાઇડલાઇન મુજબ સાત દિવસ હોમ કોરન્ટાઈન રહેશે. તેમજ આરોગ્ય વિભાગ દ્રારા તેનું સતત મોનીટરીંગ કરવા સાથે જરૂર પડ્‌યે ટેલી કોન્ફરન્સથી પણ માર્ગદર્શન પણ આપશે.
જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં મુંબઇથી આવેલ જય ખોડભાયા ઉમર વર્ષ ૨૪ ગત તા. ૧૦-૦૫-૨૦૨૦ નાં રોજ સિવિલ હોસ્પીટલમાં કોરોના પોઝીટીવ આવતા દાખલ કરાયો હતો. સાત દિવસની સારવાર બાદ આ યુવાન સ્વસ્થ થઇ જતા ગઈકાલે રજા આપવામાં આવી હતી. પોતાનાં પ્રતિભાવમાં આ યુવાને કહ્યુ હતુ કે જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં પરફેક્ટ સારવાર મળે છે. સ્ટાફ દ્વારા પણ પુરતી કાળજી લેવાઇ છે. માંગરોળનો લાખા અનવર ઈસ્માઇલ ઉમર વર્ષ ૨૩ યુવાન પણ ગત તા. ૧૧મી મે-૨૦૨૦નાં રોજ કોરોના પોઝીટીવ થતાં સિવીલ હોસ્પીટલ જૂનાગઢ ખાતે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો હતો. જેને સિવિલ હોસ્પીટલમાં તબીબો દ્વારા સારવાર અપાતા સંપુર્ણ સ્વસ્થ થતાં ગઈકાલે રજા આપવામાં આવી હતી.  કોરોનાને હરાવી સાજા સારા થયેલા આ બન્ને યુવાનોને હોસ્પીટલનાં તબીબો દ્વારા ખુશી વ્યક્ત કરવા સાથે રજા આપવામાં આવી હતી. આ તકે જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૈધરી, સિવિલ સર્જન ડો. ભાવેશ બગડા તેમજ કોવિડ-૧૯ની ખાસ સારવાર કરતા તબીબોએ દર્દીને માનભેર વિદાય આપવા સાથે શુભેચ્છા પાઠવી હતી.

error: Content is protected !!