Wednesday, January 20

ગુજરાત એસટી નિગમને ખાસ અને વિશેષ પેકેજ ફાળવવા રજૂઆત કરાઈ

ગુજરાત રાજયનું એસ.ટી.નું વહીવટી તંત્ર ખોટ ભોગવીને પણ વર્ષોથી સતત સેવા કરી રહ્યું છે. અને રાજય સરકારનાં તમામ આદેશોનું પાલન કરીને પ્રજાની સેવા બજાવે છે. આ સેવાને ગુજરાત સરકારએ ખાસ નોંધ લઈ એસટીને વિશેષ પેકેજ આપવાની અત્યંત અને તાકીદની જરૂરીયાત છે. આ માટે ર૦ વર્ષ પહેલા એસટીનાં જૂનાગઢ વિભાગમાંથી નિવૃત થયેલ જુની. આસી. પ્રભુલાલ વજેશંકર ઠાકર દ્વારા ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી અને વાહન વ્યવહારનાં મંત્રીને વિગતવાર વિગતો, માહિતી, હકીકતની સ્પષ્ટતા સાથે પત્ર પાઠવી એસટીનાં વહીવટી તંત્ર તરફ ધ્યાન દોરી એસટીને ખાસ અને વિશેષ પેકેજ આપવા ભારપૂર્વક અપીલ કરી છે. સરકારનાં તમામ મેળાવડાઓ અને ચૂંટણી વખતે અને જરૂરિયાતનાં સમયે સરકારનાં આદેશ મુજબ બસોની ફાળવણી કરવામાં આવે છે. હાલમાં છેલ્લા બે માસ દરમ્યાન એસટીની રેગ્યુલર ચાલતી બસો લોકડાઉનને લઈને સંદતર બંધ રાખેલ છે. જેને લઈને એસટીને મોટા ફટકો પડેલ છે આથી સરકારની મદદની ખાસ જરૂર છે. આનાં ઉપાય માટે એસટીને વિશેષ પેકેજ આપવા રજૂઆત કરેલ છે. તથા એસટી બસોને ગુજરાત સરકારનાં વાહન ગણીને ટોલટેકસ માફ કરવા અપીલ કરેલ છે. આથી બસોને લાઈનમાં ઉભા રહેવું ન પડે, ખોટી થવું ન પડે અને તેથી સમય અને નાણાનો બચાવ થશે. દા.ત. જૂનાગઢ વિભાગ દર માસે આ પેટે રૂ.૭પ લાખ ટોલટેકસનાં ભરે છે. એસટીનાં આવા ૧૬ વિભાગો છે. જે તમામ ગણત્રી કરીએ તો આશરે રૂ. ૧ર૦ કરોડ ટોલ ટેકસનાં થાય છે. આ ટોલટેકસ માફ કરવા તથા અન્ય પેકેજ માટે સત્વરે વિચારી અમલવારી કરી એસટીને ઉગારો. કોરોનાની મહામારી દરમ્યાન હાલમાં સોરાષ્ટ્રનાં જુદા જુદા પાંચ વિભાગ દ્વારા સુરત થી સોરાષ્ટ્રનાં વતનમાં આવનાર પ્રવાસીઓ માટે મોટી સંખ્યામાં બસો શરૂ કરેલ છે. બાદમાં સુરત જતી તમામ આવી બસો જે તે સ્થળેથી સાવ ખાલી બસ ઉપાડવામાં આવે છે. જૂનાગઢ વિભાગનો દાખલો આપીએ તો સુરત જવાના એક તરફી પપ૦ કિ.મી. થાય છે. વળતાનાં પપ૦ કિ.મી. ગણતા કુલ ૧૧૦૦ કિ.મી.નું અંતર થાય છે. ૩૦ મુસાફરનું પેસેન્જર દીઠ રૂ.૩૩૦ ભાડું લઈ વતનમાં પહોંચાડાય છે. આથી ૩૦ટ૩૩૦=૯૯૦૦ ભાડા પેટે મળે છે. જેમાંથી રૂ.૩ર૦૦ ટોલટેકસનાં ભરવામાં આવે છે. ૧૧૦૦ કિ.મી. બસ ચલાવવા માટે આશરે ર૦૦ લીટર ડીઝલ વપરાશ થાય છે. એક લીટરનાં રૂ.પપ ગણો તો રૂ.૧૧,૦૦૦ થાય. જતા-આવતાનાં ટોલટેકસનાં રૂ.૩ર૦૦ થાય. ડ્રાઈવરનો બે દિવસનો પગાર ગણવામાં આવે, વાહન ઘસારો ગણવામાં આવે તથા અન્ય તમામ બાબતો ધ્યાનમાં લેતા કુલ રૂ.૧૬ થી ૧૭ હજારનાં ખર્ચની સામે રૂ.૯૯૦૦ની આવક થાય છે. સામાન્ય સંજાગોમાં જતી-આવતી બસની આવક રૂ.ર૬૦૦૦ આશરે થાય છે. બસ લઈ જતા ડ્રાઈવર વેરાન રસ્તે વિકટ પરિસ્થિત વચ્ચે, હાડમારી ભોગવે છે અને ખાવા-પીવા માટે હોટલો બંધ છે. આરામ કરવો પરવડે તેમ નથી. આ ડ્રાઈવરો અને અન્ય સ્ટાફ ખરેખર કોરોના વોરીર્યસ છે. તેમનાં માટે સરકારે વિચારી ઘટતું કરે તે જરૂરી છે. આ સ્ટાફને કોરોના વોરીર્યસ તરીકે સમાવેશ કરવામાં આવે તે માટે માનવતાનાં ધોરણે વિચાર કરવા જાઈએ. આની સામે પ્રાઈવેટ બસો વાળા જતા-આવતાનું બેય તરફથી ભાડું પડાવે છે. મજબૂરી અને તકનો લાભ લઈ રૂ. દોઢ હજારથી બે હજારની લૂંટ ચલાવાય છે. આ બાબત ઉપર ખાસ નિયંત્રણની જરૂર છે. અને બીજી તરફ એસટી સસ્તા ભાડામાં હજારો ટ્રીપ કરવા તૈયાર છે એમ એસટી નિવૃત કામદાર સંગઠન જૂનાગઢનાં પ્રમુખ પી.વી.ઠાકરે એક યાદીમાં જણાવ્યું છે.

error: Content is protected !!