ગીર-સોમનાથ જીલ્લામાંથી ૮૭૮૩ શ્રમિકોને વતન રવાના કરાયા

ગીર-સોમનાથ જીલ્લામાં રહેલ ૮,૭૮૩ પરપ્રાંતિય શ્રમિકોને વતન જવાની મંજુરી મળી હતી. ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ તમામને જુદા જુદા વાહનો મારફત વતન રવાના કરાયા હતા. આ તમામ શ્રમીકોની ઓનલાઇન એન્ટ્રી કરાવી આરોગ્ય તપાસણી કરાવ્યા બાદ વતન રવાના કરાયા હતા. ૮ હજારથી વઘુ શ્રમીકો ૨૩ રાજયોના હોય જેમાં સૌથી વધુ મહારાષ્ટ્ર રાજ્યના ૪,૨૫૨ અને સૌથી ઓછા દિલ્હીના ૬ શ્રમીકોને રવાના કરાયા હોવાનું ડીડીઓ ધર્મેન્દ્રસિંહ રહેવરે જણાવેલ છે.

error: Content is protected !!