જૂનાગઢમાં પાન-બીડી માવાની દુકાન ઉપર લોકો ઉમટી પડ્યાં


જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે ચોથા લોકડાઉનનાં અમલીકરણ સાથે જૂનાગઢ સહિત ગુજરાત રાજયભરમાં જે શહેરોમાં છુટછાટ મળી છે ત્યાં પાન-માવા, ગુટખાં સહિતની ચીજવસ્તુઓની છુટ મળી જતાં પાન-માવાની દુકાનો ખુલ્લી ગઈ હતી. જયારે અમુક પાન પાર્લર તથા હોલસેલ તમાકુના વેપારીઓની દુકાનો બંધ રહી હતી તે આજે ખુલ્લી ગઈ છે. એટલું જ નહીં વિવિધ શહેરોમાં તો લોકોએ પાન-માવો-સોપારી-તમાકુ વગેરે લેવા ભારે ઘસારો પણ કર્યો હતો. જૂનાગઢ શહેરની વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં ગઈકાલે પ્રથમ દિવસે ખાસ ભીડ જાવા મળી ન હતી પરંતુ આજે બીજા દિવસે સવારથી જ હોલસેલ અને જથ્થાબંધનાં પાન-બીડી-તમાકુનાં વેપારીઓની દુકાને લોકોનો ભારે ઘસારો જાવા મળ્યો હતો.
સવારથી જ લોકો તમાકુ પાન, માવો, ગુટખાં સહિતની વસ્તુઓ લેવા માટે લાંબી-લાંબી કતારોમાં ઉભેલાં જાવા મળ્યા હતા અને એક તકે ખુબ જ ભીડ જમાં થતાં સલામતી જળવાઈ તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સાથેની તસ્વીરમાં પાન-બીડીની દુકાનો ઉપર લાંબી કતારો જાવા મળે છે અને કોઈ જાતની ગેરવ્યવસ્થા ન ફેલાઈ તે માટે પોલીસ બંદોબસ્ત જાળવી રહી છે.

error: Content is protected !!