જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર દ્વારા ગઈકાલે જાહેરનામું બહાર પાડી અને જૂનાગઢ શહેરનાં ધંધાર્થી અને વેપારીઓને કયારે દુકાનો ખુલ્લી રાખવી તે અંગેની એકી-બેકી અંતર્ગત જે માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી હતી તેનો ચોમેરથી વિરોધ ઉઠવા પામ્યો છે. આજરોજ માંગનાથ વિસ્તારમાં આવેલા કાપડ એન્ડ રેડીમેડ કલોથ એસોસીએશન દ્વારા તીવ્ર આક્રોશ સાથે આજે પોતાનાં વેપાર-ધંધા બંધ રાખીને સખ્ત વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. કાપડનાં વેપારીઓનું કહેવું હતું કે શિક્ષીત અને એજયુકેટેડ વેપારીઓને જા એકી-બેકી અંતર્ગત કઈ રીતે દુકાન ખુલી રાખવી તે અંગેની જા સુઝન ન પડતી હોય તો બહાર ગામથી એટલે કે ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી માટે આવતાં ગ્રાહકોને કયાંથી આ બાબતે સુઝના પડે જેને લઈને ગ્રામ્ય વિસ્તારનાં ગ્રાહકોને ધરમ ધકકો થાય તેવી પરિસ્થિતિ ઉદભવી છે જેથી કમિશ્નર આ બાબતે તાત્કાલીક અસરથી ફેરવિચારણા સાથે નવી ગાઈડ લાઈન જારી કરે તેવી માંગણી ઉઠવા પામી છે. ગ્રીન ઝોન અને રેડ ઝોન નિયમો સરખા ન હોઈ શકે તેવો બળાપો વેપારીઓએ દાખવ્યો છે. એકી અને બેકી તારીખનાં સ્ટીકર આપવાની જવાબદારી જૂનાગઢ કમિશ્નરે નિભાવવી જાઈએ. ફતવા બહાર પાડીને લોકોને અને વેપારીઓને હેરાન કરવાનું બંધ કરો તેવો ઉગ્ર વિરોધ વેપારીઓએ દાખવ્યો છે.