સૂર્યનો કહેર, જૂનાગઢમાં હાઈ એલર્ટ

0

લોકડાઉનમાં હરવા-ફરવાની છુટ મળતાની સાથે જ સુર્યનારાયણ પણ કાળઝાળ બન્યા છે. પારો ૪૧ ડિગ્રીની પાર થઇ ગયો છે. આગામી ૨૪ કલાકમાં તાપમાન વધવાની ચેતવણી સાથે જૂનાગઢ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સૂર્યનારાયણનો કહેર વધી રહ્યો છે. લોકડાઉનમાં બપોર સુધી લોકોને છુટ આપવામાં આવતા આકરી ગરમીમાં નગરજનોને સાવચેત રહેવા સાથે ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં હવામાન વિભાગે ભારે હીટવેવની આગાહી આપી છે. ગરમીનો પારો ૪૨થી ૪૫ ડિગ્રી પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગે મધ્ય અને લોઅર લેવલે એન્ટિ સાયકલોનિક સરક્યુલેશન સક્રિય થતા રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં હિટવેવનું મોજુ ફરી વળશે તેમ જ મોટાભાગનાં વિસ્તારોમાં ગરમીનો પારો વધીને ૪૨થી ૪૫ ડિગ્રી વચ્ચે પહોંચતાં ગરમીમાં વધારો થવાની શક્યતા છે એવી આગાહી કરી છે. ગરમીનો પારો ૪૧ ડિગ્રી પાર કરી જતાં લોકોએ અકળાવી નાંખતી ગરમીનો અનુભવ કર્યો હતો. હીટવેવની આગાહી વચ્ચે રાજ્યમાં ૧૦ જેટલા સ્થળોએ મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીથી ઉપર જોવા મળ્યો હતો. એક તરફ કોરોનાનો કહેર અને લોકડાઉન જ્યારે બીજી તરફ આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી ગરમીથી લોકો ત્રસ્ત થઈ ઊઠ્‌યા છે. જ્યારે આગામી બે દિવસ પણ હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમજ જ્યારે આગામી દિવસોમાં પણ વધુ ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે હીટવેવની સ્થિતિમાં પાણી ખૂબ પીવાની અને વિશેષ તકેદારી રાખવાની જરૂરિયાત ઉપર તબીબો અને જાણકારોએ ખાસ ભાર મૂક્યો છે.

error: Content is protected !!