જૂનાગઢ જીલ્લાનાં ૯ તાલુકા પૈકી ૬ તાલુકામાં કોરોના પોઝિટીવ

0

ગુજરાત સહિત દેશભરમાં દિન-પ્રતિદિન કોરોનાનાં કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ આ મહામારીમાં આવેલાં સંખ્યાબંધ લોકોનાં મૃત્યું થયા છે તો અનેક લોકો સ્વસ્થ થઈ અને કોરોનાને માત આપી અને જીવતદાન પણ પ્રાપ્ત કર્યું છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લાનાં કુલ ૯ તાલુકા પૈકી ૬ તાલુકામાં કોરોના પોઝિટીવ કેસ આવ્યાં છે. આ અંગેની કેસ હિસ્ટ્રી જાઈએ તો જૂનાગઢ જીલ્લાનાં તાલુકાઓમાં કોરોના પોઝિટીવ કેસ આવવાની શરૂઆત ગત તા.પ-પ-ર૦ર૦નાં રોજ થઈ હતી. જેમાં સૌપ્રથમ ભેંસાણ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં એક તબીબ અને તેનાં સહકર્મચારીને કોરોના પોઝિટીવ આવ્યો હતો. જા કે હાલ આ બંને સ્વસ્થ છે. ત્યારબાદ પ્રિયકાં પાર્ક-ર જૂનાગઢ ખાતે ૧૦-પ-ર૦ર૦નાં કેસ આવ્યો હતો. ત્યારબાદ માંગરોળમાં તા.૧૧-પ-ર૦ર૦નાં રોજ કેસ આવ્યો હતો. પાણકુવા-માળીયામાં તા.૧૬-પ-ર૦ર૦, પ્રેમપરા વિસાવદરમાં તા.૧૬-પ-ર૦ર૦, પ્રેમપરા વિસાવદરમાં તા.૧૭-પ-ર૦ર૦, પ્રેમપરા વિસાવદર તા.૧૭-પ-ર૦ર૦, બરડીયા વિસાવદરમાં તા.૧૭-પ-ર૦ર૦, રાણપુર-ભેંસાણમાં તા.૧૮-પ-ર૦ર૦, રાણપુર-ભેંસાણ તા.૧૮-પ-ર૦ર૦ અને ઝરીયાવાડા-માંગરોળ તા.૧૯-પ-ર૦ર૦નો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેશોદ ખાતે એક વ્યકિતનો પોઝીટીવ કેસ આવ્યો છે આ કેસની વિગત એવી છે કે સુત્રાપાડા તાલુકાનાં ઉંબરી ગામમાં જે પોઝિટીવ કેસ આવ્યો હતો તે જ બસમાં મહારાષ્ટ્રથી અહીં આવ્યા હતા અને તે જ બસમાં કેશોદનાં આ વ્યકિત મુસાફરી કરતાં હોય તેમને કોરોના પોઝિટીવ આવતાં જૂનાગઢ સિવિલમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત માણાવદર તાલુકાનાં ઈન્દ્રા ગામનાં ૬૮ વર્ષનાં એક વૃધ્ધાને પણ કોરોના પોઝિટીવ છે. આમ જૂનાગઢ જીલ્લાનાં ૯ તાલુકા પૈકી ૬ તાલુકામાં કોરોના પોઝિટીવ આવેલ છે. વિશેષમાં કેશોદમાં આવેલ પોઝિટીવ દર્દી કુલ ૩૧ લોકોનાં સંપર્કમાં આવેલ છે. જેમાં બે વ્યકિતને સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશનમાં તબીયત સારી ન હોવાથી રાખવામાં આવેલ છે. જયારે બાકીનાંને હોમ કવોરન્ટાઈન કરેલ છે. આ ઉપરાંત માણાવદરનાં કોરોના પોઝિટીવ દર્દી ૩પ લોકોનાં સંપર્કમાં આવ્યા છે અને એ તમામને પણ હોમ કવોરન્ટાઈન કરવામાં આવેલ છે.

error: Content is protected !!