આવતીકાલે શનિદેવની જન્મ જયંતિ : હાથલા ગામે લોકડાઉનને કારણે તમામ કાર્યક્રમ રદ

વૈશાખ વદ અમાસ તા. રર-પ-ર૦ શુક્રવારે શનિદેવની જન્મ જયંતિ છે. અમાસનો પ્રારંભ તા. ર૧ મે ગુરૂવારે રાત્રે ૯.૩પ મીનીટે થશે. પરંતુ તિથી મુજબ શનિ જયંતિ શુક્રવારે મનાવાશે. આ વર્ષે લોકડાઉનને કારણે ભાણવડ તાલુકાનાં હાથલા ગામે આવેલ શનિદેવનાં મંદિરે કોઈપણ જાતનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ નથી તેમ ટ્રસ્ટી વાસુભાઈ રાજયગુરૂએ જણાવેલ છે. આમ આ વખતે લોકડાઉનને કારણે ઘરે રહીને પણ શનિદેવને પ્રસન્ન કરવાથી શનિદેવનું શુભફળ પ્રાપ્ત કરી શકાય છે.

error: Content is protected !!