લોકડાઉન-૪નાં બીજા દિવસે પણ વેરાવળ-સોમનાથમાં ટોબેકો સિવાય તમામ વ્યવસાયની દુકાનો ખુલી

0

લોકડાઉન-૪ના બીજા દિવસે વેરાવળમાં તમામ પ્રકારના વ્યવસાયની દુકાનો ધમધમતી થયેલ હતી. જેના પગલે બજારોમાં લોકોની સામાન્ય ભીડ પણ જોવા મળી હતી. તો બીજી તરફ ગઈકાલે બીજા દિવસે પણ શહેરમાં સોપારી-ટોબેકોના હોલસેલરોની મોટાભાગની દુકાનો બંધ જોવા મળી હતી. વેરાવળ-સોમનાથમાં ગઈકાલે સવારથી બજારો અને દુકાનો પુર્નઃવ્રત ચાલુ થતી હોય તેમ મોટાભાગની દુકાનો ખુલેલ જોવા મળી હતી. વેરાવળ શહેરમાં સુભાષ રોડ, સટાબજાર, એમજી રોડ, ગૌરવપથ, એસટી રોડ, રાજમહેલ રોડ, પ્રભાસ પાટણની મુખ્ય બજારોમાં આવેલી કપડા, હોઝયરી, સ્ટેશનરી, ઠંડા-પીણા, ઇલેકટ્રોનીક શોરૂમ સહિતની દુકાનો વેપારીઓએ ખુલી હતી. જયારે લોકો સોપારી-ટોબેકોના હોલસેલરોની દુકાનો ખુલવાની આતુરતાથી રાહ જોઇને બેસેલના વ્યસનીઓ ગઈકાલે ફરી નિરાશ થયા હતા. ગઈકાલે પણ વેરાવળ શહેરમાં એક પણ ટોબેકોની હોલસેલ દુકાનો ન ખુલતા મોટાભાગના પાન-ગલ્લા પણ ફરજીયાત બંધ રહયા હતાં. વેરાવળ શહેરમાં ચૌતરફ વ્યસનીઓ ટોબેકો-સોપારી કયાં મળશે તે માટે એક-બીજાને પુછપરછ કરતા જોવા મળતા હતા. તો બીજી તરફ વેરાવળ શહેરના એસટી રોડ ઉપર આવેલ સોપારી-ટોબેકોના હોલસેલરોની દુકાન વેપારીએ ખોલતા વ્યસની ગ્રાહકોનું ટોળુ ગુટકા-સોપારીનો માલ લેવા ઉમટી પડી ઉહાપોહ કર્યો હતો. માલ લેવા આવેલા લોકોના ટોળાએ સોશ્યલ ડિસ્ટન્ટિંગના રીતસર લીરા ઉડાડતા હોય તેવો નજારો જોવા મળતો હતો. જેના પગલે વેપારીએ ગણતરીની મિનીટોમાં જ દુકાન બંધ કરવાની ફરજ પડી હતી.

error: Content is protected !!