જૂનાગઢ જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા જાહેર જનતાને અપીલ

કોરોના વૈશ્વિક મહામારીનો વ્યાપ વધે નહી અને જૂનાગઢ જીલ્લાની જનતાને સંક્રમણ થતું અટકાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહેલ છે અને સરકાર દ્વારા આ સંબંધે પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરનામાઓ/ ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલવારી કરાવવાના પ્રયાસો કરવામાં આવે છે. આ મહામારીનો વ્યાપ ન વધે તેમની તકેદારી રૂપે જૂનાગઢ જીલ્લા મેજીસ્ટ્રેટની કચેરીના નં.એમએજી/સી/૧૮પ/ર૦ર૦ તા.૧૮/પ/ર૦ર૦થી જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે જેથી તમામ જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, જૂનાગઢ જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાના જણાવ્યા મુજબ જૂનાગઢ જીલ્લાની હદમાં મોટર સાયકલ ઉપર એક વ્યકિત તથા ઓટો રીક્ષા/ટેક્ષી/ખાનગી કારમાં એક ડ્રાઈવર તથા બે પેસેન્જર સહીત કુલ ત્રણ વ્યકિતઓ મુસાફરી કરી શકશે. આ હુકમનું પાલન કરવામાં નહી આવે તો તેઓ વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી વાહન ડીટેઈન કરવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા તેમજ જાહેરનામાના તા.ર૦/પ/ર૦ર૦ના નિયમોનું પાલન કરવાની અપીલ જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

error: Content is protected !!