વાઘ બકરી ગૃપ આપણા રાષ્ટ્રના ફ્રન્ટલાઈન વોરિયર્સને સલામ કરે છે. આપણી સુરક્ષા અને આરોગ્ય માટે અથાક પરિશ્રમ ઉઠાવી રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સ પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવા વાઘ બકરી ટી ગૃપે વડાપ્રધાન અને સીએમ સહાય ભંડોળમાં લગભગ રૂ.૩.પ૦ કરોડનું યોગદાન આપ્યું છે અને પ્રત્યક્ષ રીતે મેદાનમાં ઉતરીને કામ કરી રહેલી વિવિધ સંસ્થાઓ, આશ્રયસ્થાનો, રોજની આવક ઉપર નભનારા આરોગ્ય કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ માટે ચા આપવાની સેવા પણ પૂરી પાડી છે. પીએમ કેર્સ ફંડને વાઘ બકરી ટી ગૃપ દ્વારા લગભગ રૂ. ર કરોડનું દાન પ્રાપ્ત થયું છે. ઉપરાંત ગૃપના બોર્ડ ઓફ ડાયરેકટરો સાથે કર્મચારીઓએ સ્વૈચ્છીક રીતે એક દિવસનો પગાર દાન કરીને રૂ.૧૩ લાખનું વધારાનું યોગદાન આપ્યું છે. ગૃપે વર્તમાન આરોગ્ય કટોકટી સામે લડવા અને તેમાંથી બહાર આવવા માટે સૌથી વધુ અસરગ્રસ્તોમાંથી એક રાજય ગુજરાતને મદદરૂપ થવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભંડોળમાં રૂ.૧ કરોડનું દાન આપ્યું છે.
આ અવસરે મેનેજીંગ ડાયરેકટર રશેષ દેસાઈએ જણાવ્યું હતું કે, સર્વ ભારતીય કોવિડ વોરિયર્સને મારા મનઃપૂર્વક અભિનંદન અને હું એક દિવસનો પગાર સ્વૈચ્છીક રીતે આપીને અમારા સ્ટાફ અને કર્મચારીઓએ રૂ.૧૩ લાખ ભેગા કર્યા તે બદલ તેમનો પણ આભારી છું. જે ઈતિહાસમાં મઢેલા વાઘ બકરી સંબંધ બનાવેના અસલી અર્થનું દ્યોતક છે.
વાઘ બકરી ટી ગૃપે રૂ.૩૦ લાખના પીપીઈ માસ્ક, હાથમોજા, ડિસ્પોઝેબલ ફેસ માસ્કસ અને ફુલ બોડી પ્રોટેકશન કિટસનું દાન કરીને અમદાવાદ, જામનગર અને ભુજના કેન્ટોનમેન્ટ વિસ્તારોમાં ભારતીય લશ્કર દ્વારા નિર્મિત પપ૦ બેડની કોવિડ હોસ્પીટલને પણ ટેકો આપ્યો છે. ગ્રીન ટી અને આઈસ ટીનું સેવન રોગ પ્રતિરોધકતા વધારવા માટે સુચિત કરવામાં આવે છે ત્યારે ગૃપે ર૦૦ જેટલા ટ્રાફીક ચેકપોઈન્ટસ ખાતે ગુજરાતમાં ફરજ બજાવતા ર૦૦૦ જેટલા પોલીસ અને આરોગ્ય કર્મચારીઓની રોગ પ્રતિરોધકતા વધારવામાં મદદરૂપ થવા માટે રોજ ગ્રીન ટીનું વિતરણ કરી રહી છે. વાઘ બકરીની ટીમો ગુજરાતભરમાં ગ્રીન ટીનું પણ વિતરણ કરી રહી છે અને હમણા સુધી પ૦,૦૦૦ જેટલા ટી પેકસનું વિતરણ કર્યું છે. વાઘ બકરી ટી ગૃપના મેનેજીંગ ડાયરેકટર રશેષ દેસાઈએ જણાવ્યું હતું કે, આ મહામારીએ અચાનક આપણા દેશ ઉપર હુમલો કર્યો છે તેનાથી મને મોટો આંચકો લાગ્યો છે. વાઘ બકરી ટી ગૃપમાં અમે હંમેશા કોઈ પણ આપતિઓ કે કટોકટી રાષ્ટ્ર ઉપર આવી પડે ત્યારે નાગરીકો અને અમારા ગ્રાહકો સાથે ખંભેખંભા મિલાવીને પડખે રહેવા માટે હંમેશા આગળ રહીએ છીએ. આથી જ આ કટોકટીના સમયમાં અમે અમારા રાષ્ટ્રને મદદરૂપ થવા અને માનવી જીવન અને આરોગ્યની સુરક્ષા માટે મદદરૂપ થવાની સામાજીક જવાબદારીઓ પ્રત્યે અમારી કટીબધ્ધતા વધુ મજુબત બનાવી છે.
નાણાકીય યોગદાન ઉપરાંત ગૃપ સમાજના નબળા વર્ગોને સેવા આપવા માટે પોતાને સમર્પિત કરતી સંસ્થાઓ અને જુથોને મનઃપૂર્વક ટેકો આપી રહી છે. ગૃપે બ્લાઈન્ડ પીપલ એસોસીએશન (બીપીએ) અમદાવાદ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ, પંજાબ નેશનલ બેન્ક (ટ્રાન્સ યમુના શાખા દિલ્હી), અક્ષય પાત્રા (મથુરા યુ.પી.), મથુરા શાખા અને શ્રી ગુરૂનાનક સ્પોર્ટસ એજયુકેશન સોસાયટી, ભટિંડા (પંજાબ દ્વારા વિતરિત હજારો ફુડ અને રેશન કિટસમાં પણ યોગદાન આપ્યું છે.
વાઘ બકરી ટી ગૃપ અમદાવાદ શહેરમાં ૩૦ અલગ અલગ આશ્રયસ્થાનોમાં રહેતા આશરે ૩૦૦૦ લોકોને ચા આપીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એેએમસી)ને પણ ટેકો આપી રહી છે.
૧૦૦ વર્ષના વારસા સાથે જવાબદાર કોર્પોરેટ નાગરીક તરીકે વાઘ બકરી ટી ગૃપ અને વડાપ્રધાનના ફેમિલી લીગસી એવોર્ડ (ર૦૧૭)ની ગૌરવવંતી વિજેતા તરીકે વાઘ બકરી આ કસોટીના સમયમાં રાષ્ટ્રની પડખે છે.