જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું ખેડુત એકતા મંચ દ્વારા સન્માન કરાયું


જયારથી જૂનાગઢ શહેરમાં લોકડાઉનની અમલવારી શરૂ થઈ છે ત્યારથી જૂનાગઢ જીલ્લા પોલીસતંત્ર દ્વારા પ્રશસંનીય કામગીરી કરવામાં આવી રહી છે. ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા દ્વારા સતત લોકજાગૃતિ તેમજ લોકોને ઘરમાં જ રહો, સુરક્ષિત રહો અને સ્ટે એટ હોમનું પાલન કરાવી રહ્યાં છે તેમજ પોલીસની ફરજની સાથે-સાથે માનવતાભરી કામગીરી પણ દાખવી રહ્યાં છે. લોકડાઉનનાં પપ દિવસ ઉપરાંતમાં અનેક જરૂરીયાતમંદ પરિવારો, લોકોને અડધી રાત્રે પણ મદદરૂપ બની અને પારકી છઠ્ઠીનાં જામતલ અધિકારી તરીકે અનેક પરાક્રમોનાં એવોર્ડ પ્રાપ્ત કરનાર લોકોનાં બેલી બની અને લોકોને સહાયભૂત બનવામાં સેવાની ફરજ અદા કરી છે અને આ અધિકારીની કામગીરીને સર્વત્ર જયારે પ્રશંસાનાં પુષ્પો ચડાવવામાં આવી રહ્યાં છે ત્યારે ખેડુત એકતા મંચ દ્વારા કોરોના વોરિયર્સ તરીકે સુંદર કામગીરી કરનારા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવેલ હતું. આ તકે જૂનાગઢ જીલ્લાનાં ખેડુત એકતા મંચનાં પ્રમુખ મહમદભાઈ સીડા અને મહામંત્રી અશોકભાઈ કનારા દ્વારા સન્માન કરાયું હતું.

error: Content is protected !!