જૂનાગઢમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો પાનની દુકાનોએ ભીડ એકઠી ન થાય

0

ચોથા લોકડાઉનમાં પાન-માવા-ગુટખાની દુકાનો ખુલ્લી રાખવાની પરમિશન મળતાં જ જાણે બંધાણીઓને ગોળનું ગાડું મળી ગયું હોય તેવી હાલત સર્જાઈ રહી છે. જૂનાગઢ સહિત અનેક શહેરોમાં દુકાન ખુલતાંની સાથે જ લાંબી-લાંબી લાઈનો તમાકુ અને પાન-માવો મેળવવા માટેની થઈ હતી. કયાંક અવ્યવસ્થા થઈ હતી તો અનેક જગ્યાએ હોબાળો પણ મચ્યો હતો. જૂનાગઢ શહેરમાં પણ જથ્થાબંધ દુકાનોમાં માલ મેળવવા માટે લોકો ઉમટી પડ્યાં હતાં. બીજી તરફ નાના વેપારીઓ અને બંધાણીઓમાં એવી ચર્ચા ઉઠવા પામી છે કે કલાકો સુધી લોકોને તમાકુ અને ગુટખાં મેળવવા માટે કે સોપારી મેળવવા માટે લાઈનમાં ઉભું રહેવું પડે તેમ છે અને લાંબી પ્રતિક્ષા કરવી પડે તેમ છે. જા આવું વારંવાર ન થવા દેવું હોય તો એક જ એનો ઉપાય છે કે હોલસેલ પાન-બીડીનાં વેપારીઓ દ્વારા નાના દુકાનદાર કે ધંધાર્થીને માલ સપ્લાય કરવો જાઈએ. તેઓને ટોકન નંબર આપી અને જેતે પાન-બીડીનાં દુકાનદારોને નિયમ પ્રમાણે માલ પુરો પાડી અને યોગ્ય વ્યવસ્થા જા કરવામાં આવે તો બંધાણીઓ અને ગ્રાહકોને લાંબી લાઈનમાં ઉભું ન રહેવું પડે. કયાંય ગેરવ્યવસ્થા ન સર્જાઈ અને સરળતાથી લોકોને તમાકુ-પાન-સોપારી-બીડી મળી શકે. દરેક દુકાનદારોને માલ આપવો જાઈએ અને ત્યારબાદ જથ્થાબંધ લેનાર ગ્રાહકોને વેંચાણ કરવા માંગણી ઉઠી છે. હોલસેલર્સ દ્વારા શહેરનાં તાલુકાનાં પાનબીડીનાં દુકાનદારોને માલ આપે તો ભીડ ઓછી થાય તેમ છે.

error: Content is protected !!