જૂનાગઢમાં ટ્રાફિક બિગ્રેડ જવાન ઉપર જીવલેણ હુમલો

જૂનાગઢ શહેરમાં ટ્રાફિક બ્રિગેડ જવાન ઉપર હુમલાનો વધુ એક બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢનાં માત્રી રોડ ઉપર રહેતાં અને ટ્રાફિક બ્રિગેડીયર તરીકે ફરજ બજાવતાં સુલ્તાન અમીરભાઈ રવેના નામનાં જવાનને અગાઉનાં મનદુઃખ સબબ શબીર ઉર્ફે ફુગ્ગા (રહે.કુંભારવાડા)વાળાએ છરી વડે હુમલો કરી અને ટ્રાફિક બ્રિગેડીયર સુલ્તાનભાઈને પગનાં ભાગે છરી વડે ઈજા પહોંચાડેલ હતી. આ બનાવમાં ઈજાગ્રસ્ત ટ્રાફિક બ્રિગેડીયરને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. સુલ્તાન અમીરભાઈ રવેનાની ફરીયાદનાં આધારે શબીર ઉર્ફે ફુગ્ગા વિરૂધ્ધ કલમ ૩૦૭, ૩ર૬, પ૦૬(ર), ર૯૪ બી, ૧૩પ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ પીએસઆઈ વી.આર.ચાવડા ચલાવી રહ્યાં છે.

error: Content is protected !!