૧૦૮ની ઈમરજન્સી સેવા જયારથી શરૂ થઈ છે ત્યારથી અનિવાર્ય સંજાગોમાં અને કટોકટીનાં સમયે ખુબ જ મદદરૂપ બની શકે છે. આવો જ એક બનાવ સોમનાથ જીલ્લાનાં ગીરગઢડા નજીક બન્યો હતો. એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં ઈમરજન્સી ૧૦૮નાં સ્ટાફે તાત્કાલિક અસરથી આ મહિલાને મદદરૂપ બન્યાં હતા અને સફળ રીતે પ્રસુતિ કરી આપી હતી.જાગાનુજાગ રસ્તામાં સિંહ પરિવાર આટા મારતું હતું અને રસ્તો રોકીને બેઠું હતું બરાબર એ ટાંકણે ઈમરજન્સી ૧૦૮નાં સ્ટાફે આ મહિલાને એમ્બ્યુલન્સમાં સફળ ડિલેવરી કરાવી હતી. આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર તારીખ ૨૦/૦૫/૨૦૨૦ના રોજ ગીર-સોમનાથ જીલ્લાનાં ગીરગઢડાની ૧૦૮ એમ્બ્યુલન્સને રાત્રે ૧૦ઃ૨૦ ગીરગઢડા તાલુકાના ભાખા ગામ ખાતે એક ૩૦ વર્ષીય મહિલા અફસાનાબેન સબિરશાભાઈ રફીકને પ્રસુતિની પીડા ઉપડતાં કોલ આવેલો ત્યારબાદ ગીરગઢડા ૧૦૮ દર્દીને લેવા જતા હતા અને ત્યાંથી લઈને રસુલપરા પાટિયા પાસે પહોંચ્યા હતા ત્યાં રસ્તામાં ૪ સિંહનાં ટોળા હતા અને ટોળા રસ્તા ઉપર હોવાથી એમ્બ્યુલન્સ ત્યાં રોકવી પડી હતી અને મહિલા દર્દીને પ્રસુતિનો દુઃખાવો વધવા લાગ્યો હતા અને ૧૦૮નાં ઈમરજન્સી સ્ટાફ એમ.ટી.જગદીશભાઈ એચ. મકવાણા, પાયલોટ ભરતભાઈ એલ.આહીર દ્વારા એમ્બ્યુલન્સમાં જ ડિલેવરી કરાવી હતી અને બેબીનો જન્મ થયો હતો ત્યારબાદ માતા અને બાળકને જરૂરી સારવાર આપી અને ર૦ મિનીટ બાદ સિંહનું ટોળું વિખેરાતા મહિલા દર્દીને અને તેમનાં બાળકને ગીરગઢડા હોÂસ્પટલ ખાતે લઈ જવામાં આવ્યા હતાં.