જૂનાગઢ જેલનાં સુપરવીઝન ઓફીસર તથા જૂનાગઢ રેડક્રોસના
ડો. જગદીશ દવે દ્વારા હાલમાં ગરમીનો પારો ઉત્તરોત્તર વધતો હોવાથી ગભરામણ, બેચેની, માથાનો દુઃખવો, ચકકર આવવા, બાળકોમાં ઝાડા-ઉલ્ટીનાં કેસ વધવાની શકયતાઓ રહેલીછે. આ માટે ૧ થી ૪ દરમ્યાન બહાર નીકળવું નહી. પોષ્ટીક ખોરાક લેવા, રેકડીમાં વેચાતા ગુલ્ફી-ગોલા, ખુલ્લો ખોરાક રોગને આમંત્રણ આપે છે. સફેદ હળવા કલરનાં કપડા પહેરવા અને વહીવટી તંત્રની સુચનાનું અમલ કરવા જણાવેલ છે.