કેશોદ શહેરમાં કોરોનાનો ૧ કેસ પોઝીટીવ નોંધાયો છે. જેના પગલે કેશોદ નગરપાલિકા વોર્ડ નં.૧ માં સમાવિષ્ટ કેટલોક વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે તેની આજુબાજુના વિસ્તારનાને બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે.
કેશોદ શહેરમાં કોરોનાનો ૧ કેસ પોઝીટીવ નોંધાતા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.આ જાહેરનામા મુજબ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં નગરપાલિકા વોર્ડ નં.૧ખમાં સમાવિષ્ટ વિસ્તાર સિદ્ધિ વિનાયક નગર-૧, સિદ્ધિ વિનાયક નગર-૨ તથા જૂની વાડી નામે ઓળખાતા સમગ્ર વિસ્તારને કન્ટેઈનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ છે. જયારે કેશોદ શહેરના નગરપાલિકા વોર્ડ નં.૧ માં સમાવિષ્ટ સમગ્ર પીપલિયાનગર વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવે છે. આ જાહેરનામુ તા.૧૭ જુન સુધી અમલમાં રહેશે.
આ કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંઘ મુકવામાં આવે છે. આરોગ્ય વિભાગની ગાઇડલાઇન મુજબ ૧૦૦ ટકા થર્મલ સ્ક્રીનીંગ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત, એન્ટ્રી અને એકઝીટ પોઇંટ થી પસાર થતા તમામ વ્યક્તિ-વાહનોનુ રેકર્ડ રહેશે. એન્ટ્રી અને એકઝીટ પોઇંટ સીવાય અન્ય કોઈ રસ્તા પરથી વ્યકિત કે વાહનની અવર જવર થઈ શકશે નહિ. કન્ટેઇનમેન્ટ વિસ્તારમાંથી બહાર નીકળતા કે પસાર થતા તમામ વાહોનોને સેનીટાઈઝ કરાયા બાદ જ તે વિસ્તારમાંથી બહાર નીકળી શકશે. આ વિસ્તારમાં બહારની કોઈ વ્યકિત અંદર જઈ શકશે નહિ તેમજ અહિં વસવાટ કરતા કોઈ પણ વ્યકિત બહાર જઈ શકશે નહિ.
બફર ઝોન જાહેર થયેલ વિસ્તારમાં કોવીડ-૧૯ ના સંક્રમણના ફેલાવાની શક્યતાને ધ્યાને લઇ આવશ્યક ચીજવસ્તુઓ, લોકોની અવરજવર વગેરેના નિયમન માટે જરૂરી નિયંત્રણો લાગૂ થશે.
આ જાહેરનામાંની જોગવાઈઓ સરકારી ફરજ પરના વ્યકિતઓ- વાહનો (સરકારી/ખાનગી સહિત)અને આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ-વિતરણ કરતા તેમજ વહીવટી તંત્ર દ્રારા ઈસ્યુ કરાયેલ પાસ ધારકોને,આ વિસ્તારમાંથી પસાર થતા માલવાહકોને લાગૂ પડશે નહિ.પરંતુ કન્ટેઇનમેન્ટ એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન,ડીસઈનફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
કેશોદમાં સેનીટાઈઝ, સર્વેલન્સની કામગીરી કરાઈ
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસ નોંઘાઇ રહ્યા છે.ગઇકાલે કેશોદમાં ૧ કેસ પોઝીટીવ નોંઘાતા દર્દીના ઘર અને તેની આજુબાજુના વિસ્તારમાં સેનીટાઇઝેશન, સર્વેલન્સ, સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લામાં કોરોના વાઇરસનો પગપેસારો થતા આરોગ્ય અને. વહિવટીતંત્ર દ્વારા સતત ઘનીષ્ઠ પગલા લેવામાં આવી રહ્યા છે. તાલુકા હેલ્થ ઓફીસર ડો.પોપટના જણાવ્યા મુજબ કેશોદના પીપલીયાનગર વિસ્તારમાં આરોગ્ય ટીમ દ્રારા ૧૫૫ ઘરમાં સર્વેલન્સ અને સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ હતુ. તેમજ ૬૦ વર્ષ થી ઉપરના ૭૯ વ્યકિત,બીપીના ૧૬, ડાયાબીટીસના ૧૯ તેમજ ૦ થી પ વર્ષના ૧૫ બાળકો અને કોરન્ટાઈન થયેલ ૧૦ સભ્યોનું હેલ્થ ચેકઅપ અને આરોગ્ય વિષયક જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.