સીટી પીઆઇ સહિત છ પોલીસકર્મીઓની એકાએક બદલી કરાતા પોલીસબેડામાં ખળભળાટ

ગીર સોમનાથ જીલ્લામાં લોકડાઉન દરમ્યાન થયેલ કથીત સોપારીકાંડમાં બેદરકારી દાખવનાર ગીર સોમનાથ જીલ્લા મથક વેરાવળના સીટી પીઆઇ અને જીલ્લાના ચાર સ્ટેશનોમાં ફરજ બજાવતા ૬ પોલીસ કર્મીઓની ગીર સોમનાથ જીલ્લા પોલીસવડાએ એકાએક બદલી કરી નાંખતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. તો બીજી તરફ આ સોપારીકાંડમાં કાન ફાડી નાંખે તેવો મોટી રકમનો વહીવટ થયો હોવાનું પોલીસના ઉચ્ચા અઘિકારીઓની ખાનગી રાહે તપાસમાં બહાર આવતા પોલીસની આબરૂ બચાવવા કડક કાર્યવાહી કરાઇ હોવાનું પોલીસ સુત્રોમાં ચર્ચાય રહેલ છે. લોકડાઉન દરમ્યાન જવાબદાર તંત્રની મીઠી નજર હેઠળ ગીર સોમનાથ જીલ્લામાં સોપારી-ટોબેકોનું મોટાપાયે કાળાબજાર થયાનું છડેચોક ચર્ચાય રહેલ છે. આ સમયગાળામાં જ જીલ્લા મથકની હદમાં સુરક્ષા વિભાગના જવાબદારોએ કાળાબજારીયાઓ સાથે કથીત રીતે સાંઠગાંઠ કરી સોપારી કાંડ આચર્યુ હતું. જેની સુત્રોમાંથી મળેલ વિગત મુજબ થોડા દિવસ પૂર્વે એક મહિલા પીએસઆઇએ ગીર સોમનાથ જીલ્લા મથકમાં સોપારીનો જથ્થો ભરેલ એક ટ્રક પકડયો હતો. જેને ઉપરી અધિકારીના દબાણના કારણે તે સમયે જવા દેવાયો હતો. જેમાં પાછળથી મોટી રકમનો વહીવટ થયો હોવાની ચર્ચાઓ ઉઠી હતી. આ સોપારીકાંડ અંગે ગીર સોમનાથ જીલ્લાના ઉચ્ચ આઇપીએસ પોલીસ અધિકારી અને રેન્જ આઇજી સુધી ફરીયાદો સહિતની વિગતો પહોંચી હતી. જેના પગલે ઉચ્ચ અધિકારીઓએ આંતરીક તપાસ હાથ ધરી હતી. જેમાં જવાબદાર અધિકારી અને અમુક પોલીસ કર્મીઓની ફરજની બેદરકારી સાથે સંડોવણીની વિગતો સામે આવી હતી. જેના પગલે ગુરૂવારની રાત્રે ગીર સોમનાથ જીલ્લા પોલીસવડા રાહુલ ત્રીપાઠીએ એકાએક કડક કાર્યવાહી હાથ ધરી જીલ્લા મથક વેરાવળનાં સીટી પીઆઇ એન.જી. વાઘેલાની સોમનાથ મંદિર સુરક્ષામાં બદલી કરી દીધી હતી. આ સાથે મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.કે. પરમારને વેરાવળ સીટીમાં અને સોમનાથ મંદિર સુરક્ષાના પીઆઇ એમ.પી. હિંગળાદીયાની મહિલા પોલીસ સ્ટેશનમાં બદલીનો આદેશ કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews #police badali

error: Content is protected !!