જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા છેલ્લાં ૬૪ દિવસથી જરૂરીયાતમંદ અને ગરીબ પરિવારોને ફુડ પેકેટની સહાય વિતરણ કરવામાં આવી રહેલ છે અને આ કામગીરીની સર્વત્ર સરાહના કરવામાં આવી રહી છે.
સમગ્ર દેશમાં કોરોના વાયરસ જેવી મહામારીનાં આ સમયમાં અનેક જરૂરીયાતમંદ લોકોને પુરતું ભોજન પણ મળી શકતું ન હોય, તેવા સંજાગોમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા છેલ્લાં ૬૪ દિવસથી અવિરત સેવાનો યજ્ઞ ચલાવવામાં આવી રહેલ છે. ગુંદી-ગાંઠીયા, સેવ, ચવાણું સહિતની વસ્તુઓનાં ફુડ પેકેટ તૈયાર કરી અને અત્યાર સુધીમાં જરૂરીયાતમંદ અને ગરીબ પરિવારોને આ ફુડ પેકેટનું વિતરણ કરી અનેક જરૂરીયાતમંદોને મદદરૂપ બન્યાં છે. જૂનાગઢની જનતા તેમજ ગાંધીગ્રામ વિસ્તારની જનતા અને દાતાઓએ સંપૂર્ણ સહયોગ આપેલ હોય અને આ તમામ લોકોનો પણ ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા હૃદૃયપૂર્વક આભાર માન્યો છે. આ સેવા યજ્ઞમાં યજ્ઞેશભાઈ છગ, તુષારભાઈ પંડ્યા, નિલેશભાઈ મોરી, મેણસીભાઈ વાજા, સુનિલભાઈ મોરી, સુરેશભાઈ મહેતા, વિપુલભાઈ મોરી સહિતનાં કાર્યકતાઓ દ્વારા રાત-દિવસ મહેનત કરી અને ગાંધીગ્રામ ગરબી મંડળનાં તમામ કાર્યકતાઓએ આ સેવાકીય પ્રવૃત્તિને સફળ બનાવવા જહેમત ઉઠાવી હોવાનું ગાંધીગ્રામ ગરબી મંડળનાં વિરાભાઈ મોરીની એક યાદીમાં જણાવેલ છે.