આજે શનિ જયંતીની સાદાઈથી થઈ રહેલી ઉજવણી

આજે શનિ દેવની જયંતિ હોય શનિદેવનાં મંદિરોમાં સાદાઈથી ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરમાં ભૂતનાથ મંદિર ખાતે આવેલાં શનિદેવનાં મંદિરે પણ સવારનાં પૂજન સહિતનાં કાર્યક્રમો સાદાઈથી કરવામાં આવ્યાં હતાં. જયારે ભવનાથ ખાતે પણ શનિદેવનાં યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. આજે સવારે પ કલાકે યજ્ઞનો પ્રારંભ થયો હતો અને ૧૦ કલાકે પુર્ણાહુતિ થઈ હતી. મહંતશ્રી તુલસીદાસ બાપુનાં માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. જયારે હાથલા ખાતે આવેલાં સુપ્રસિધ્ધ શનિદેવનાં મંદિરે પણ આજે સવારથી જ પૂજન સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા અને શનિ જયંતીની સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી.

error: Content is protected !!