જૂનાગઢ ડેપોમાં આજથી શરૂ કરવામાં આવેલાં નવા રૂટ

0

ચોથા તબક્કાનાં લોકડાઉનમાં એસ.ટી.ની સેવા શરૂ કરવાની જાહેરાત રાજય સરકાર દ્વારા કરાયા બાદ ગુજરાત રાજયનાં વિવિધ શહેરોમાં એસ.ટી.સેવા શરૂ થઈ છે ત્યારે જૂનાગઢમાં પણ ગઈકાલે એસટી વિભાગ દ્વારા ૧૪ જેટલા રૂટો શરૂ કરવામાં આવેલ હતા અને આજે વધારાનાં ૪ રૂટોને શરૂ કરવામાં આવેલ છે. રાજય સરકાર અને આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ એસટી વિભાગમાં પ્રવેશ કરતાં જ પેસેન્જરોની હેલ્થની ચકાસણી થાય છે તેમજ મોઢે માસ્ક પહેરવું ફરજીયાત અને ડિસ્ટન્સ જાળવી રાખવા સહિતની સુચનાઓ આપવામાં આવે છે અને સાથે જ નિયમ મુજબ એસ.ટી.સેવા સાથે પેસેન્જરોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જૂનાગઢ એસટી કર્મચારી મંડળનાં ઉપપ્રમુખ વી.કે.ભાદરકા તેમજ એસટી વિભાગનાં કર્મચારીઓ, પદાધિકારીઓ દ્વારા એસટી બસની જે સેવાઓ શરૂ થઈ છે તે સુવ્યવÂસ્થત કાર્યરત કરવા માટે તેમજ પેસેન્જર જનતાને પણ યોગ્ય સવલત મળી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જૂનાગઢ ખાતે પ્રથમ દિવસે ૧૪૨૪ લોકોએ એસટી સેવાનો લાભ લીઘો હતો અને રૂ.૪૪૩૬૬ની આવક થઇ હતી.

૧. જૂનાગઢ – અમરેલી ( લોકલ)
વાયા – બીલખા,બગસરા
જૂનાગઢ થી ઉપાડવાનો સમય – ૮ઃ૩૦
અમરેલી થી ઉપાડવાનો સમય – ૧૨ઃ૩૦
૨. જૂનાગઢ – રાજકોટ ( એક્સપ્રેસ)
વાયા – જેતપુર,વીરપુર
જૂનાગઢ થી ઉપાડવા નો સમય – ૮ઃ૦૦
રાજકોટ થી ઉપાડવા નો સમય – ૧૧ઃ૦૦
૩. જૂનાગઢ – રાજકોટ (એક્સપ્રેસ)
વાયા – જેતપુર,વીરપુર
જૂનાગઢ થી ઉપાડવા નો સમય – ૧૦
રાજકોટ થી ઉપાડવા નો સમય – ૧૩ઃ૦૦
૪. જૂનાગઢ – જામનગર ( એક્સપ્રેસ)
વાયા – ધોરાજી,જામ કંડોરના,કાલાવડ
જૂનાગઢ થી ઉપાડવા નો સમય – ૮ઃ૦૦
જામનગર થી ઉપાડવા નો સમય – ૧૨ઃ૦૦

error: Content is protected !!