ગીર સોમનાથ જીલ્લામાં બહારથી આવતા લોકો કોરોનાના પોઝીટીવ આવી રહયોનો સીલ સીલો અવિરત ચાલુ છે. જેમાં ગઈકાલે વધુ એક અમદાવાદથી વેરાવળ આવેલ યુવક કોરોના પોઝીટીવ આવતા સ્થાનીક લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. ગીર સોમનાથ જીલ્લાના કોવીડ સેન્ટરમાં સારવાર લઇ રહેલ કોડીનાર-ઉના તાલુકાના ચાર દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. હાલ જીલ્લામાં કોરોનાના કુલ ૩૮ પોઝીટીવ કેસના દર્દીઓ આવ્યા છે. જેમાંથી ૧૬ સ્વ્સ્થ થયા હોવાથી રજા આપી દેવાયેલ જયારે ૨૨ સારવાર હેઠળ છે. અમદાવાદથી ૨૪ વર્ષીય યુવક ગીર સોમનાથ જીલ્લા મથક વેરાવળની હરસિધ્ધ સોસાયટીમાં તેના ઘરે આવ્યો હતો. જયાં તેનો માલ-સામાન મુકી યુવક તુરંત ચેક-અપ અર્થે સીવીલ હોસ્પીટલે ગયો હતો. જયાં યુવકમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેને આઇસોલેટ કરી નમુના લેવામાં આવ્યા હતા. જેનો રીપોર્ટ પોઝીટીવ આવેલ હતો. આ યુવકની બહાર આવેલ ટ્રાવેલ હીસ્ટ્રી મુજબ તે અમદાવાદથી બુઘવારની રાત્રીના આઇસર વાહનમાં ગોંડલ સુધી આવ્યો હતો. જયાંથી ખાનગી વાહનમાં જૂનાગઢ ત્યાંથી બીજા વાહનમાં કેશોદ અને અન્ય એક વાહનમાં વેરાવળ બાયપાસ ઉપર ઉતરી પગપાળા હરસિધ્ધ સોસાયટીમાં ઘરે પહોંચ્યો હતો. આ વિગતના આધારે તેના સંપર્કમાં આવેલા લોકોની વિગતો એકત્ર કરી સંબંધિતોને જાણ કરવા આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.
જયારે કોડીનાર તાલુકાના મોરવડ ગામના શારદાબેન સૌદાગર (ઉ.વ.૫૫), ઉના તાલુકાના સોનારી ગામના મનીષાબેન ચૌહાણ (ઉ.વ.૨૧), વાવરડા ગામના પ્રકાશભાઈ ગોરધન (ઉ.વ.૪૦) અને પ્રિયાબેન પ્રકાશભાઈ (ઉ.વ.૧૬) સ્વસ્થ થઇ જતા સોમનાથ ખાતેના કોવીડ સેન્ટર ખાતેથી આરોગ્ય કર્મીઓએ રજા આપી એમ્બ્યુલન્સ મારફત ઘરે રવાના કરાયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews #veraval korona kes