ગુજરાત સરકાર દ્વારા કોરોના વાયરસને લઈ આમ જનતાને તેમજ નાના ધંધાર્થીઓને રાહત મળે તે હેતુથી આત્મનિર્ભર યોજનાની જાહેરાત કરેલ જેથી નાના ધંધાર્થીને ફરીથી પોતાનાં ધંધાને વેગ મળે એ માટે સરકાર દ્વારા રાજયની કુલ ત્રણ બેંકની કુલ નવ હજાર જેટલી શાખાને અમલવારી કરવા સરકારે જણાવેલ છે. જેમાં ૭૦૦૦થી વધુ ક્રેડીટ કોપરેટીવ સોસાયટી બેંક, ૧૪૦૦ જેટલી અર્બન કો. બેંક અને ૧૦૦૦ જેટલી જીલ્લા સહકારી બેંકોને આ યોજનાને વેગ આપવા જણાવેલ ત્યારે જૂનાગઢ સહકારી બેંકે આ યોજનાને નહી સ્વીકારવા નીર્ણય કરેલ ત્યારે બીલખા વિસ્તારમાં જીલ્લા સહકારી બેંકની એક જ શાખા હેઠળ આ યોજનાનાં ફોર્મ કયાંથી મેળવવા તેવા સવાલો ઉઠવા પામેલ છે. ત્યારે બીલખાનાં પ્રતીનિધીએ બીલખા સહકારી બેંકનાં શ્રી દવેની મુલાકાત લેતા જાણવા મળે કે આ યોજના વિષે હજુ અમોને કોઈ જાણ નથી ત્યારે આ યોજના વિષે વધારે વિગત મેળવવા જૂનાગઢ જીલ્લા સહકારી બેંકનાં ભટ્ટ સાથે ફોન ઉપર વાત કરતા જાણવા મળેલ કે આ યોજનાને અમે સ્વીકારેલ નથી. ત્યારે બીલખાની જનતાને આ યોજનાનો લાભ મળે તેવી માંગ ઉઠવા પામેલ છે અને આ યોજનાનાં ફોર્મ વહેલી તકે મળે તેવી બીલખાની જનતાની માંગણી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews #bilakha atamnirabhar yojana