ગુજરાત રાજય કિશાન કોંગ્રેસના અધ્યક્ષ અને ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા ઉપર રાજકોટ પોલીસ દ્વારા જે દમન ગુજારવામાં આવેલ છે તેની સામે તીવ્ર આક્રોશ ઉઠયો છે. જૂનાગઢ કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટુભાઈ પોકીયા, વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજા, જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષી, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ, જીલ્લા કિશાન કોંગ્રેસના પ્રમુખ મનીષભાઈ નંદાણીયા, જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વી.ટી. સીડા, મહામંત્રી પી.ડી. પુરોહીત એ સંયુકત આવેદનપત્ર જૂનાગઢ જીલ્લા કલેકટર મારફત ગુજરાતના રાજયપાલને પાઠવવામાં આવેલ છે. આ પત્રમાં રજૂઆત કરતા જણાવેલ છે કે, રાજકોટ ખાતે ખેડૂતોની મુશ્કેલીને રજુ કરતો કાર્યક્રમ પાલભાઈ આંબલીયાએ કર્યો હતો તેનો મુખ્ય હેતુ ખેડૂતોને ન્યાય મળે અને ખેત પેદાશોના ભાવ મળે પરંતુ વહીવટી તંત્ર સરકારના ઈશારે કિશાન આગેવાનો અને ખેડૂત પ્રતિનિધિઓ ઉપર જુદી જુદી કાયદાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે તેમજ કિશાન આગેવાનોને પોલીસે બેફામ માર માર્યો છે અને અત્યાચાર ગુજાર્યો છે તે નિંદનીય છે ગેર બંધારણીય છે અને ગુજરાત કિશાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલીયા ઉપર થયેલા પોલીસ દમનના વિરૂધ્ધમાં જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે તેમજ આ બનાવને વખોડી અને દમન કરનાર પોલીસ અધિકારી સહીતનાઓ સામે તાત્કાલીક પગલા ભરવાની માંગણી કરવામાં આવી છે.
ખેડૂતો એકતા મંચ દ્વારા વિરોધ ગુજરાત કિશાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલીયા ઉપર રાજકોટ પોલીસ દ્વારા જે અત્યાચાર અને દમન ગુજારવામાં આવેલ છે જેનો ખેડૂતો એકતા મંચ ગુજરાત જૂનાગઢ જીલ્લા એકમના પ્રમુખ મહંમદ સીડા અને કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવેલ છે અને એક આવેદન પત્ર જીલ્લા વહીવટી તંત્રને પાઠવી અને રાજયપાલને મોકલવામાં આવેલ છે. ખેડુત આગેવાનો ઉપર થયેલ અત્યાચારોની ન્યાયીક તપાસ તેમજ દોષીતોને ડિસ્મીસ કરવાની માંગણી આ પત્રમાં વ્યકત કરવામાં અવા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews #kisan atiyachar virodha