વિસાવદર-ભેંસાણ તાલુકામાં ઘરે-ઘરે જઈને આર્સનીક આલ્બમ-૩૦ નામની હોમીયોપેથીક દવાનું વિતરણ

0

વિસાવદર અને ભેસાણ તાલુકાનાં દરેક ગામડાઓમાં ઘરે-ઘરે જઈને આર્સનીક આલ્બમ-૩૦ નામની હોમીયોપેથીક દવાનું વિતરણ કરવાનું સુદઢ આયોજન સમગ્ર રાજયમાં પ્રથમ આ વિસ્તારમાં વહિવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જેનાથી પ્રજાજનોની રોગ પ્રતિકારક શકિત વધે છે. જીલ્લા કલેકટર ડો.સોરભ પારઘીનાં માર્ગદર્શન હેઠળ વિસાવદર પ્રાંત અધિકારી તુષાર જાષી દ્વારા આયુષ મંત્રાલયની ગાઈડલાઈન મુજબની હોમીયોપેથીક દવા આર્સનીક આલ્બમ-૩૦નું ભેસાણ-વિસાવદર શહેર ઉપરાંત બંને તાલુકાનાં દરેક ગામડાઓમાં ઘરે-ઘરે જઈને સરકારી કર્મીઓ દ્વારા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ દવા એલર્જી, શરદી, ઉધરસ, શ્વાસ, ફલ્યુ, ઉલ્ટી જેવા રોગો સામે રક્ષણ આપવા માટે રોગ પ્રતિકારક શકિતમાં વધારો કરે છે. સવારે અને સાંજે ૩ ગોળી ભૂખ્યા પેટે ચૂસવાની હોય છે. જે માટેનાં પેકીંગ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે માટે ભેસાણ મામલતદાર નિરવ બ્રહ્મભટ્ટ તેમજ વિસાવદર મામલતદાર વાય.આર. ગોસાઈ સહિતનાં અધિકારીઓ અને કર્મચારીઓ તાલુકાનું એક પણ ઘર આ દવા વિનાનું રહે નહી તે માટેનું પ્લાનીંગ કરી રહ્યા છે. આ અભિગમ સમગ્ર રાજયમાં પ્રથમ આ વિસ્તારમાં થઈ રહ્યો હોવાથી જનતામાં પણ ખુશી જાવા મળી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews #visavdar homiyopethik dava vitaran

error: Content is protected !!