ગિર-સોમનાથ, જૂનાગઢ, જામનગર, રાજકોટ જીલ્લામાં પોલીસ સામે ખેડૂતો-આહીર સમાજ દ્વારા સોશ્યલ મીડિયા ઝુંબેશ

0

ડુંગળી પ્રશ્ને ખેડૂત નેતા પાલ આંબલીયાને પોલીસે માર મારતા રાજકારણ ગરમાયું હતું અને આખો દિવસ આ ઘમાસાણ ચાલ્યું હતું. કોંગ્રેસ નેતા ખૂદ અર્જુન મોઢવાડિયા રાજકોટ દોડી આવ્યા હતા. ત્યારબાદ પાલ આંબલિયાને ખોટી રીતે હેરાન કરવાના પ્રશ્ને સોશ્યલ મીડિયામાં સરકાર-ભાજપ સામે આક્રોશ ફેલાયો છે. પાલભાઈને સપોર્ટની પોસ્ટ મૂકવામાં આવી છે. રાજકોટ પોલીસની સામે ખેડૂતો અને આહિર સમાજ દ્વારા લડી લેવાના મૂડમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સરકાર અને પોલીસ સામે આંદોલન કરવાની મોટી રણનીતિ ઘડવાનું પણ નકકી થયુ હોવાનું સૌરાષ્ટ્રના ખેડૂતોએ જણાવ્યું હતું. પાલભાઈએ ખેડુત પુત્ર છે તેને ખેડૂતોને અવાજ ઉઠાવ્યો હતો તેને દબાવવાનો પ્રયાસ થયો છે. ખેડૂતોને પડતી અનેક મુશ્કેલીનો અવાજ ઉઠાવો ગુન્હો બનતો હોય તો ભલે મને પોલીસે મારવો હોય એટલો મારી લે પણ હું મારા ખેડૂતોને વેદના સરકાર સુધી પહોંચાડીશ તેમ આંબલીયાએ જણાવ્યું હતું. ગામેગામથી હાલ કોરોના કહેર વચ્ચે આંબલીયાને સપોર્ટ કરવા માટે સોશ્યલ મીડીયામાં સરકાર વિરૂધ્ધ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશમાં લાખો લોકો જોડાયા છે. ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ-ધારાસભ્ય ભગવાન બારડ, હીરાભાઇ રામ, કરશનભાઇ બારડ, કિસાન સેલના હિરેન બામરોટીયા સહિતનાએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથેનું આવેદનપત્ર મામલતદારને આપ્યું હતુ.
સોશ્યલ મીડિયામાં સપોર્ટના અંશો
• હું એક ખેડુત પુત્ર તરીકે પાલભાઈ આંબલીયાની સાથે છું.
• જો ખેડુતના મુદ્દા આંધળી અને બેરી સરકારને બતાવવા કે સંભળાવવા એ ગુનો છે તો હું પણ ગુનેગાર છું.
• શું પાલભાઈ ત્રાસવાદી છે?
• પાલભાઈ એ લાખો ગુજરાતી ખેડૂતોનો અવાજ છે.
• આમ તો વિપક્ષ પ્રજા સાથે જ હોય તોય હું વિપક્ષ સાથે નહીં પણ પ્રજા સાથે છું આઈ સપોર્ટ પાલભાઈ.
• જય જય કિસાન હું પાલ આંબલીયાના સમર્થનમાં છું.
• ગુજરાત સરકારે શા માટે કેસ કર્યો?
• ખેડુતોનો અવાજ દબાવવાનો ભાજપ સરકારનો પ્રયાસ છે.
• હે ખેડૂતપૂત્રો જેને રાજકિય કિન્નાખોરીનો ભોગ બનાવ્યો એ પાલ નહીં પણ તમારી ઢાલ છે એને સપોર્ટ આપજો નહીંતર ભવિષ્યમાં તમારો અવાજ કોઈ નહીં ઉઠાવે ઃ સપોર્ટ પાલભાઈ
• ખેડુતોનો અવાજ ખેડૂત નેતા પાલ આંબલીયા ઉપર અત્યાચાર બંધ કરો.
• જો સરકારમાં ત્રેવડ હોય તો પાલભાઈ આંબિલયા સાથે ખેડૂતોના મુદ્દે જાહેરમાં ડિબેટ કરો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews #police same sociyal midiya zubesha

error: Content is protected !!