જૂનાગઢ શહેરના પંચહાટડી ચોકમાં ગત તા. પ મેનાં રોજ મહિલા ટ્રાફિક કોન્સ્ટેબલ ટ્રાફીક બ્રીગેડ જવાન સાથે ફરજ ઉપર કામગીરી બજાવતાં હતાં દરમ્યાન આરોપીઓ ડબલ સવારીમાં નીકળી, ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત કરતા, માસ્ક પહેરેલ ના હોઈ, ફરજમાં રહેલ પોલીસ દ્વારા ટોકવામાં આવતા, આરોપી મોહસીન ઉર્ફે હોલે હોલે તથા એક અજાણ્યા શખ્સે ગાળો બોલી, ગર્ભિત ધમકી આપી, પગ વડે ફરિયાદીને લાત મારી નાસી જતા, બને આરોપીઓ વિરૂધ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજમાં રૂકાવટ, જાહેરનામા ભંગ બદલ ફરજમાં રહેલ પોલીસ દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, ગુન્હો નોંધાવતા આ ગુન્હાની તપાસ એ ડિવિઝનના ઇન્ચાર્જ પો.ઇન્સ. જે.પી. ગોસાઈ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે.પી. ગોસાઈ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. આર.સી. કાનમીયા તથા સ્ટાફના એ.એસ.આઈ. રવિરાજસિંહ, હે.કો. વિકાસભાઈ, મોહસીનભાઈ સહિતના સ્ટાફની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરતા કુખ્યાત આરોપી મોહસીન ઉર્ફે હોલે હોલે નાસી ગયો હતો. પોલીસ દ્વારા અવાર નવાર તપાસ હાથ ધરવામાં આવતા, મળી આવતો ન હતો. બે દિવસ પહેલા જૂનાગઢ પોલીસની સંયુક્ત ટીમ દ્વારા મળેલ બાતમી આધારે આરોપીઓ મોહસીન ઉર્ફે હોલે હોલે ફિરોઝભાઈ મલેક તથા રિઝવાન ઉર્ફે રિયાઝ ફિરોઝખાન યુસુફજઈને પકડી પાડી રાઉન્ડ અપ કરી કોરોના ટેસ્ટ કરાવવામાં આવેલ હતો. કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા ધોરણસર અટક કરવામાં આવેલ અને પોલીસના મોરલ માટે તેને કાયદાનું ભાન કરાવતા મોહસીન ઉર્ફે હોલે હોલેએ ફરિયાદી મહિલા કોન્સ્ટેબલની માફી માંગી પોતે ભવિષ્યમાં આ પ્રકારની હરકત ક્યારેય પણ નહીં કરે તેવું જણાવેલ હતું. પકડાયેલ આરોપી મોહસીન ઉર્ફે હોલે હોલે ભૂતકાળમાં ૧૫ જેટલા ગુન્હાઓમાં પકડાયેલ છે. ગુન્હેગાર હોઈ, ભૂતકાળમાં તડીપાર થયેલ અને તડીપાર ભંગ બદલના ગુન્હામાં પણ પકડાયેલ છે. જ્યારે આરોપી રિઝવાન ઉર્ફે રિયાઝ સામે પણ અડધો ડઝન ગુન્હાઓમાં પકડાયેલ છે. કોરોના વાયરસ બંદોબસ્તમાં રહેલ પોલીસની ફરજમાં રૂકાવટ કરેલ હોઈ, જેને નામદાર કોર્ટમાં રજુ કરવામાં આવતા જેલ હવાલે કરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews #junagadh crime