જૂનાગઢમાં લસ્સીનાં પૈસા બાબતે જાહેરમાં ધોકાવાળી : સામસામી ફરીયાદ

જૂનાગઢ શહેરમાં એક તરફ લોકડાઉનનાં અમલીકરણ માટે પોલીસ કાફલો વિવિધ વિસ્તારોમાં તૈનાત છે અને સમજદારી પૂર્વક લોકોને લોકડાઉનનું પાલન કરાવવામાં આવી રહયું છે. આ દરમ્યાન ગઈકાલે જાહેરમાં બનેલા એક બનાવમાં વૈભવ ફાટક પાસે આવેલ ચામુંડા લસ્સી શોપ ખાતે લસ્સીનાં પૈસા બાબતની બોલાચાલીમાં જાહેરમાં ધોકાવાળી થયાનો બનાવ બનવા પામ્યો હતો. આ અંગે ઝપાઝપીનાં દ્રશ્યો સીસી ફુટેજમાં પણ કેદ છે. આ દરમ્યાન ત્યાંથી બંદોબસ્તમાં રહેલી પોલીસને આ મારામારીનાં દ્રશ્યો જાવા મળતાં તાત્કાલીક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ૭ વ્યકિતઓને રાઉન્ડઅપ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની સમય સૂચકતાને કારણે મોટો ગંભીર બનાવ બનતો અટકી ગયો હતો.  આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર કોરોના વાયરસમાં લોકડાઉન બંદોબસ્ત અન્વયે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પીએસઆઈ જી.જી. મકવાણા, પીએસઆઈ એ.કે.પરમાર, હે.કો. હમીરભાઈ, પૃથ્વીરાજસિંહ, અજયસિંહ, સહિતની ટીમ વૈભવ ફાટક પાસે મેડિકલ સ્ટોર અને પાનમાવા બીડીના હોલસેલ વેપારીના દુકાન ઉપર સોશ્યલ ડિસ્ટન્સીંગની કામગીરી સબબ બંદોબસ્તની ફરજ ઉપર હતા. દરમ્યાન ચામુંડા લસ્સી સેન્ટર નામની દુકાન પાસે અમુક લોકો બખેડો કરતા માલુમ પડેલા અને બે ઈસમો હાથમાં ધોકા સાથે એકબીજાની પાછળ દોડતા  હતા. આ દ્રશ્ય પીએસઆઈ અને સ્ટાફ દ્વારા જોતાં સતર્કતા દાખવી બંને પીએસઆઈ તથા સ્ટાફ દ્વારા બંને પક્ષના આરોપીઓ ઇરફાન ઈકબાકભાઈ શેખ તથા સલીમ ઈકબાલભાઈ શેખને તથા બીજા પક્ષે ચામુંડા લસ્સી વાળા કુલદીપભાઈ કિશોરભાઈ છતવાની સિંધી, મયુર કિશોરભાઈ છતવાની, કિશોરભાઈ છતવાની સહિત પાંચ મળી કુલ ૭ ઇસમોને રાઉન્ડ અપ કરી બંને પાસેથી ધોકા તથા હથિયારો સાથે પકડી પાડી, રાઉન્ડ અપ કરી, સામ સામે ક્રોસ ફરિયાદ કરતા મારામારી તથા રાયોટિંગના અલગ અલગ બે ગુન્હાઓ નોંધી ધરપકડ કરવા તજવીજ કરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપીઓ લસ્સીના રૂપિયા આપવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયેલાનું તપાસ દરમ્યાન બહાર આવેલ હતું. પોલીસની સતર્કતાના કારણે અતિ ગંભીર ગુન્હો બનતા અટકી ગયેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews #junagadh crime

error: Content is protected !!