જૂનાગઢ શહેરમાં ભારત મીલનાં ઢોરા વિસ્તારનો યુવાન કોરોના પોઝીટીવ : તંત્રમાં દોડધામ

જૂનાગઢ શહેરનાં મહાનગરપાલિકાનાં વોર્ડ નં.૩માં ભારત મીલનાં ઢોરા વિસ્તારમાં ગઈકાલે ૪૦ વર્ષનાં એક યુવાનનો રીપોર્ટ કોરોના પોઝિટીવ આવતાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા તકેદારીનાં પગલાં અંતર્ગત વિવિધ કામગીરી કરવામાં આવી છે. મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરાનાં માર્ગદર્શન હેઠળ મનપાની મેડીકલ ટીમનાં ડો.રવિ દઢાણીયા અને મેડીકલ સ્ટાફ દ્વારા તત્કાલ આરોગ્ય લક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે સાંજના વધુ એક જૂનાગઢ ભારત મીલનાં ઢોરા વિસ્તારનો એક કેસ કોરોના પોઝિટીવ આવેલ છે ત્યારે કોવિડ-૧૯ અંતર્ગત આ વિસ્તારને કન્ટેઈન્મેન્ટ એરીયા જાહેર કરવામાં આવેલ છે. વોર્ડ નં.૩માં આવેલા ભારત મીલનાં ઢોરા ઉપર સમા પાન એન્ડ કોલ્ડ્રીંકસ ચોકથી ઈકબાલભાઈ સીદીકભાઈ નાગોરી (યા ખ્વાઝા મંઝીલ) મુકાન સુધી તેમજ ૪ર મકાનો અને આશરે ર૧૦ની વસ્તીને કન્ટેઈન્મેન્ટ એરીયા જાહેર કરવામાં આવેલ છે તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.૩માં સમાવિષ્ટ ભારત મીલનાં ઢોરા ઉપર આવેલ સમા પાન એન્ડ કોલ્ડ્રીંકસની ઉત્તર બાજુની ગલી તથા સાર્વજનિક પ્લોટની બાજુવાળી શેરી તથા ચોકમાં આવેલ ડેરી (મંદિર) પાસેની દક્ષિણ બાજુની ગલીમાં આશરે ૬ર૦ની વસ્તીવાળા ૧ર૦ મકાનોને બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે આ ઉપરાંત સમગ્ર વિસ્તારને સેનીટાઈઝ કરવામાં આવેલ છે. કોરોના પોઝીટીવ આવેલ યુવાનની હીસ્ટ્રી ટ્રેસ કરવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews #junagadh bharat mil korona kes

error: Content is protected !!