જૂનાગઢ જીલ્લામાં આજ દિવસ સુધી કોરોના મહામારીને રાખવામાં તંત્ર સફળ રહ્યું હતું. પરંતુ છેલ્લાં આઠ દિવસથી કોરોનાએ જૂનાગઢ શહેર અને જીલ્લા ઉપર નજર બગાડતાં છેલ્લાં ૧પ દિવસમાં કોરોનાનાં કેસની સંખ્યા ર૬ થઈ ગઈ છે તેમાં પણ આજે જૂનાગઢ જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં ૬ નવા પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં વિસાવદર તાલુકાનાં બરડીયા ખાતે પાંચ પોઝિટીવ કેસ નોંધાતા બરડીયા ગામને કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મુકી દેવામાં આવ્યું છે. બરડીયા ખાતે ર મહિલા (ઉ.વ.૪૮ અને રર) અને ત્રણ પુરૂષ (ઉ.વ.ર૮,રર અને ૧૦)નો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતાં બરડીયા વિસ્તારમાં તંત્રએ તત્કાલ કાર્યવાહી કરી છે. નાના એવા બરડીયા ગામમાં પ કેસ નોંધાતા ભારે ખળભળાટ મચી ગયો છે. જયારે કેશોદ શહેરમાં વધુ એક પ૮ વર્ષનાં પુરૂષનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આમ આજે જૂનાગઢ જીલ્લામાં ૬ પોઝિટીવ અને જૂનાગઢ સીટીમાં ૧ પોઝિટીવ મળી કુલ ૭ નવા પોઝિટીવ કેસ નોંધાયા છે અને અગાઉનાં ૧૯ પોઝિટીવ કેસ મળી કુલ પોઝિટીવ કેસની સંખ્યા ર૬ થઈ ગઈ છે. આમ જૂનાગઢ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય તંત્ર અને લોકો ભારે ચિંતામાં મુકાય ગયાં છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews #junagadh korona kes