કેશોદમાં મુસ્લીમ સમાજે ઘરમાં રહી સાદાઈથી ઈદ મનાવી

ઈસ્લામ ધર્મનો મહાન ઈબાદતનો મહિનો માહે રમઝાન શરીફ જે ઈસ્લામ ધર્મના પાંચ મહત્વના આધારસ્તંભો માનો ત્રીજા ક્રમ ઉપર આવતું મહત્વનું આધારસ્તંભ. ‘માહે રમઝાન શરીફના રોઝા રાખવા’ જે દરેક પૂખ્ત તંદુરસ્ત અને મૂસ્લીમ મર્દ અને ઔરતો ઉપર ફર્જ છે. તે સિવાયનાં રમઝાન શરીફના વિશેષ સોપાનોમાં ઈસ્લામ ધર્મનો ધર્મગ્રંથ ર્કૂઆને કરીમ નાઝીલ થવું અને માહે રમઝાન શરીફમાં ગરીબ મિસ્કીન જરૂરિયાતમંદ લોકોને જકાત, ખૈરાત, સદકા, બક્ષિસ, આપી સમાજના આર્થિક નબળા પરિવારોને મદદરૂપ થવું તેમજ પૂરા દિવસનો નકોરડો ઊપવાસ કરીને (રોઝા રાખીને) પોતાની તંદુરસ્તી (ઈમ્યુનિટી) સૂધારાની સાથે સાથે અલ્લાહની બંદગીમાં લીન થઈ, આધ્યાત્મિક્તા પ્રાપ્ત કરીને આંતરીક અને બાહ્ય શક્તિઓ પૂરા વર્ષ માટે પ્રાપ્ત કરવી, આવા મહાન ધ્યેયો વાળો મહીનો માહે રમઝાન શરીફ, આ વર્ષે ગતમાસની તા.૨૫/૪થી શરૂ થયેલ જે તા, ૨૪/૫નાં રોજ ચંદ્રદર્શન થતા પૂર્ણ થયેલ અને તા.૨૫/૫નાં રોજ ઈદુલફિત્ર તરીકે કેશોદ મુસ્લિમ સમાજે હાલ ચાલી રહેલ લોકડાઉનનાં સંજોગોને ધ્યાનમાં રાખીને ઘરોમાજ રહીને ઈદ મનાવેલ છે.  કેશોદ શહેરમાં વસ્તા લગભગ ૨૦૦૦ મૂસ્લીમ પરિવારો ચાલૂસાલ માહેરમઝાન શરિફની ફઝીલતો સૌ પોતપોતાના ઘરોમાં રહીને ઈબાદત બંદઞી કરી ખાસ કરીને આવી પડેલ વિશ્વભરમાં કોરોનાની મહામારીના કહેરને નેસ્ત નાબુદ કરીને ફરી વિશ્વસમૂદાય પોતપોતાના રોજિંદા જીવન ઉપર ફરી કાર્યરત થાય તેવી દુઆઓ અલ્લાહત્આલા પાસે આઝીઝી સાથે કરીને માહેરમઝાન પૂર્ણ કરેલ છે તેમજ સાદઞી અને ઘરમાં રહીનેજ ઈદુલફિત્ર મનાવેલ છે અને આવનારા માહે રમઝાન શરીફ રાબેતા મુજબ ખુશહાલમય માણી શકે તેવી આશાઓ સાથે ઈદના દિવસને દુઆઓ સાથે પૂર્ણકરી માહે રમઝાનને અલવીદા કરેલ છે.

error: Content is protected !!