લોકડાઉન-૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર બનવા માટે પ્રજા પાસેથી માંગેલ સુચનો અન્વયે અમદાવાદના એડવોકેટ ચંદ્રકાંત કે.વાઘેલાએ વડાપ્રધાનને લેખીત રજુઆત કરી નોટરી એકટમાં ફેરફાર કરી ૧૦ વર્ષ જુની સનદ ધરાવતા વકીલોની ઇન્ટરવ્યું કે પરીક્ષા વગર નોટરીનું લાયસન્સ આપી વકીલોને આત્મનિર્ભર બનાવવા રજુઆત કરી છે. રજુઆતમાં જણાવ્યું છે કે હાલમાં કોરોના વાયરસના સંદર્ભે ચાલતા લોકડાઉનમાં મોટાભાગના વકીલો આર્થીક સંકટનો સામનો કરી રહયા છે. ૮૦ ટકા વકીલો રોજનું કમાઇ અને રોજનું ખાઇ છે જયારે ર૦ ટકા વકીલોનો જ સારો વ્યવસાય ચાલે છે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે નોટરી એકટ-૧૯પરમાં ફેરફાર કરી ૧૦ વર્ષ જુની સનદ ધરાવતા તમામ વકીલોને નોટરી થવા માટે એલીજેબલ ગણવા જોઇએ. નોટરી થવા ઇચ્છા તમામ વકીલો પાસેથી અમુક રકમ લાયસન્સ ફી તરીકે લઇ કોઇ પણ જાતની પરીક્ષા કે ઓરલ ઇન્ટવ્યું સિવાય નોટરી તરીકનું લાયસન્સ આપવામાં આવે તેવી જોગવાઇ કરવા વિનંતી છે. જયારથી નોટરી એકટ-૧૯પર અમલમાં આવ્યો ત્યારથી કાયદાની જોગવાઇ મુજબ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા નોટરીની નિમણુંકો કરવામાં આવે છે. હાલમાં નોટરીની નિમણુંક બાબતે લાયકાત વાળા વકીલોની અરજી બાદ ઓરલ ઇન્ટરવ્યુ લેવાનું ચાલુ કરવામાં આવ્યું છે અને તે મુજબ જે પાસ થાય તેને જ લાયસન્સ આપવામાં આવે છે. પરંતુ એવા કેટલાય વકીલો છે કે જેને ૧પ થી ર૦ વર્ષની પ્રેકટીસ હોય અને ઇન્ટરવ્યુમાં સાચા જવાબો આપ્યા હોય તે નાપાસ થાય છે અને પોલીટીકલ તથા વચેટીયાઓની ભલામણવાળા વકીલો નોટરી બની જાય છે. આમ નોટરી એકટ અમલમાં છે ત્યારથી ભ્રષ્ટાચાર અને ભલામણોથી જ નોટરીની નિમણુકો થાય છે. જે વકીલ આલમમા ંજગજાહેર છે અને આ મુદ્દે કોઇ પણ વ્યકિતએ અવાજ ઉઠાવેલ નથી તેથી આ બાબતનો અંત આવે તે ખુબ જ જરૂરી છે. નોટરી એકટમાં ફેરફાર કરી ૧૦ વર્ષની પ્રેકટીસવાળા વકીલોને નોટરીનું લાયસન્સ મળશે તો આપોઆપ નોટરીની નિમણુંકમાં ભ્રષ્ટાચારનો સડો અને સરકારનો ખર્ચ બચી જશે તેમજ ઢળતી ઉંમરે જે વકીલોની આવકમાં અનિશ્ચિતતા છે તેને નોટરીનું લાયસન્સ મળ્યેથી રેગ્યુલર આવક મળી રહેશે અને લોકોને પણ નોટરીની ઉપલબ્ધતા સરળતા મળી રહેશે. આ રજુઆત અન્વયે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા અંતમાં અમદાવાદના એડવોકેટ ચંદ્રકાંત કે. વાઘેલાએ માંગણી કરી છે. એડવોકેટ વાઘેલા (૯રર૮૭ ૧૯પરપ)એ આ મુદ્દે રાજયના વિવિધ બાર એસોસીએશન તથા રાજયનાં વિવિધ વકીલ મંડળોને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને લેખીત રજુઆત કરવા અપીલ કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews