જામખંભાળિયામાં પૈસાની લેતીદેતી મુદે બહેનનું ઢીમ ઢાળી દેતો ભાઈ

જામખંભાળિયામાં રહેતા પરપ્રાંતિય શ્રમિક પરિવારમાં એક યુવાને પૈસાની બાબતમાં પોતાની પિતરાઈ બહેનની નિર્મમ હત્યા કર્યાનો બનાવ બહાર આવ્યો છે. આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ જામખંભાળિયામાં જડેશ્વર રોડ ઉપર રહેતા અને છૂટક મજૂરી કામ કરી અને પેટિયું રડતા મુળ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ ડેમ વિસ્તારના રહેવાસી એવા સુનીલ વિરસિંગભાઈ પાંડવી નામના ૩૩ વર્ષના આદિવાસી યુવાન છેલ્લા ઘણા સમયથી જડેશ્વર ટેકરી વિસ્તારમાં ઝુંપડપટ્ટી બાંધીને તેમના પત્ની મીરા પાંડવી (ઉ. વ.૩૦) તથા એક વર્ષીય માસુમ પુત્ર આકાશ સાથે રહેતા હતા. આ યુવાનના પરિવાર સાથે મીરાબેનના પિતરાઈ ભાઈ દશરથ ગુલિયા નામના યુવાન પણ તેના પત્ની ગીતાબેન સાથે રહીને છૂટક મજૂરી કામ કરતા હતા. જડેશ્વર રોડ વિસ્તારમાં મીરાબેન સાથે તેનો પિતરાઈ ભાઈ દશરથ પૈસાની લેતી-દેતી બાબતે બોલાચાલી કરતો હતો. તે દરમ્યાન ગાંઠીયા લેવા ગયેલા પિતા- પુત્ર સુનિલ અને આકાશ પરત ફરતા સુનિલનો સાળા દશરથે પોતાની બહેન સાથે ઝઘડો કરી મીરાબેન ઉપર ગરમ પાણી નાખી દીધું હતું અને તેણે ઢીકાપાટુનો માર મારી, ગળું દબાવી તેના ઉપર બેઠો હતો. ગાંઠીયા લઈને પરત આવેલા સુનીલને જોઇને દશરથ આ સ્થળેથી નાસી છુટયો હતો. જ્યારે મીરાબેન મૃત હાલતમાં આ સ્થળે પડયા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ સમગ્ર બનાવ ખંભાળીયા પોલીસે સુનિલભાઈ પાંડવીની ફરિયાદ ઉપરથી દશરથ ગુલીયા સામે આઈ.પી.સી. કલમ ૩૦૨ તથા ૩૨૩ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ ઈન્સ. પી. એ. દેકાવાડીયાએ હાથ ધરી આરોપી શખ્સને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા
છે.  હત્યાના આ બનાવના કારણે એક વર્ષનો માસૂમ બાળક માતા વિહોણો થઈ જતા ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!