સમગ્ર વિશ્વનાં કલ્યાણની કામના સાથે ભવનાથ મહાદેવને પ્રાર્થના

સમગ્ર વિશ્વ આજે કોરોના મહામારી સામે અસ્તિત્વ ટકાવવા મહાભયંકર યુદ્ધ કરી રહ્યું છે ત્યારે હરહંમેશ જ્યાં માનવીય કૌશલ્ય નાનું પડે ત્યાં ઈશ્વરીય શક્તિ જ ઉધ્ધાર કરે છે, જે સર્વસામાન્ય સિદ્ધાંત છે જેના ભાગરૂપે જૂનાગઢ મનપાના સ્થાયી સમિતિના ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા તથા મિત્ર મંડળ દ્વારા પોતાના ઘરેથી ભવ તારનારા એવા ભવનાથ દાદાના દર્શને પગપાળા જઇ દર્શન કરી, સોશ્યલ ડિસ્ટન્સની તકેદારી રાખી તેમજ સમગ્ર વિશ્વને આ કોરોના રૂપી મહાદાનવને નાથી લોકોને સુખ સમૃધ્ધી અને શાંતિમય જીવન મળે એવી સોમવારના દિવસે ભવનાથ દાદાના ચરણોમાં શીશ ઝૂકાવી પ્રાર્થના/વંદના કરેલ હતી. ભવનાથ દાદા એ સદા સર્વદા ગિરનારી ભૂમિ ઉપર આશિષ વરસાવ્યા છે ત્યારે હવે સમગ્ર વિશ્વ આ કોરોના મહામારીમાંથી મુક્ત થઈ પુર્નઃ ધબકતું થાય એવી અંતરમનથી પ્રભુને વિનંતી કરી હતી.

error: Content is protected !!