જૂનાગઢ સહિત દેશભરનાં પત્રકારો, અખબાર નવેશો તેમજ ઈલેકટ્રોનિક અને પ્રિન્ટ મિડીયાનાં તંત્રીશ્રીઓ, પત્રકારો, ફિર્લ્ડ વર્કરો તેમજ ન્યુઝ ચેનલ કાર્યાલય અને અખબારી કાર્યાલય સાથે સંકળાયેલા સ્ટાફ તેમજ પત્રકાર મિત્રો કટોકટીનાં કાળમાં પણ પોતાની અવિરત સેવા અને ફરજ અદા કરી રહ્યાં છે. ગમે તેવું સંકટ હોય તો પણ ચોથી જાગીર મનાતાં પત્રકાર આલમનાં અને અખબારી આલમનાં આ સ્ટાફ મિત્રો અને પત્રકાર મિત્રો ફરજ બજાવવામાં કયારેય પાછું વાળીને જાયું નથી અને કોરોના મહામારીનું આ સંકટકાળ ચાલી રહ્યો છે ત્યારે દરેકને પોતાનાં જીવની પડી છે તેવાં જાખમભર્યાં સમયમાં પણ અન્ય સેવા કર્મચારીઓ, અન્ય વિભાગોની સાથે-સાથે પત્રકાર મિત્રો પણ સતત દોડતાં રહી પોતાનાં પરિવાર, ઘર, બાળકો વગેરેને ભુલી અને પોતાનું ઉત્તરદાયિત્વ એટલે કે પત્રકારીત્વની ફરજ બજાવી રહ્યાં છે. તાજેતરમાં જ કેન્દ્રનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ર૦ લાખ કરોડનું પેકેજ મોટા ભાગનાં તમામ વર્ગોને સાંકળીને જારી કરવામાં આવેલ છે પરંતુ ફ્રન્ટ લાઈન વોરિયર્સ ગણાતાં પત્રકાર મિત્રો માટે કોઈ જ પ્રકારની સુરક્ષા કે સહાયની કોઈ જ યોજના જારી કરવામાં નથી આવી જેને લઈને આશ્ચર્ય પણ ફેલાયું છે. એક તરફ પત્રકાર અને અખબાર નવેશોની કામગીરીને વારંવાર બિરદાવવામાં આવતી હોય છે તેમનાં ઉદાહરણો આપવામાં આવતાં હોય છે પરંતુ સરવાળે જાઈએ તો અત્યાર સુધીમાં કોઈ જ સહાયરૂપ પેકેજ પત્રકાર મિત્રો માટે જારી થયું નથી. અનેક વાર એવું કહેવામાં આવે છે કે પત્રકાર એટલે સમાજનું દર્પણ કહેવાય. સમાજમાં રોજે-રોજ બનતી ઘટનાને તુલનાત્મક રીતે મુલવણી કરી અને કોઈપણ જાતનાં રાગ, દ્વેષ વિનાં કોઈપણ બાબતને સમાજ સમક્ષ મુકવી તે ખુબ જ અઘરી બાબત છે અને આવી અઘરી બાબતને પણ પત્રકારો સહેલી બનાવી અને લોકો સમક્ષ મુકી પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવતાં રહ્યાં છે અને નિભાવતાં રહેશે. પત્રકારોનો આ ધર્મ છે જેને આપણે એક લોકસેવાનું માધ્યમ કહી શકીએ. પત્રકારત્વનાં ઈતિહાસ ઉપર એક દૃષ્ટિ કરવામાં આવે તો આઝાદી પહેલાનાં સમયકાળથી પત્રકારો પોતાનું કર્તવ્ય બજાવતાં આવ્યા છે. જ્યારે-જ્યારે જૂનાગઢ શહેર, જીલ્લો કે દેશ ઉપર કોઈપણ આપત્તિ આવે છે ત્યારે લોકોનાં પ્રશ્નોને અને આમ સમાજનાં પ્રશ્નોને વાચા આપવાની કપરી કામગીરી આજ પત્રકારો અને અખબારનાં માલિકો બજાવતાં રહ્યાં છે. આઝાદી પહેલાનાં સમયકાળમાં નાના ડેબ્લો અખબાર નીકળતાં હતાં. કયાંક મોટા બીબા-ઢાળ અખબારો નીકળતાં અને જેઓનાં હૈયે સર્વાંગી સમાજનું હિત રહ્યું હતું. તેવા દેશનાં આઝાદી જંગના લડવૈયા, સ્વાતંત્ર્ય વીરો અને શહીદ વીરોએ અખબાર નવેશોએ પોતાનાં ઘર, બાર, પરિવારને મુકી અને આઝાદી અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ત્યારે આઝાદીની આ લડાઈમાં અનેક નામી-અનામી અખબારો પત્રકાર મિત્રોએ પણ એટલું જ મહત્વનું યોગદાન આપેલ છે. ફાનસનાં અંજવાળે અને બીબાઢાળ છાપકામ કરી કયારેક તો હાથમાં કલમ પકડી અને સામાન્ય કાગળ ઉપર લોકોને જાગૃત કરવા માટે અભિયાન આજ પત્રકાર મિત્રોએ ચલાવ્યું હતું. અને આઝાદીની લડતમાં પણ ગામે-ગામ, શહેરે-શહેર પગપાળાં પ્રવાસ ખેડી અને હાથ લખાયેલાં કાગળો ઘરે-ઘરે વહેંચી અને આઝાદીનો પવન પણ આજ પત્રકારોએ ફુંક્યો હતો. અનેક લોકો થકી આઝાદી મળી છે અને તેમાં પત્રકારોનું પણ એટલું જ મહત્વનું યોગદાન રહ્યું છે. આઝાદી બાદનાં ૭૦ વર્ષનાં ઈતિહાસમાં આજે આપણી ર૧મી સદીમાં પ્રયાણ કરી રહ્યાં છીએ. પ્રિન્ટ મિડીયા વિકાસ પામ્યું છે તો સાથે-સાથે ઈલેકટ્રોનિક મિડીયા પણ કદમ મિલાવે છે. જુદી-જુદી ચેનલો અને જુદાં-જુદાં અખબારો આજે દેશભરમાંથી પ્રસિધ્ધ થાય છે. ન્યુઝ ચેનલનાં તંત્રી, માલીકો તેમજ અખબારનાં માલિકો અને તંત્રીઓનાં માર્ગદર્શન હેઠળ ઈલેકટ્રોનિક મિડીયાનાં તમામ પત્રકાર મિત્રો, ફિલ્ડ વર્કરો અને સ્ટાફ તેમજ પ્રિન્ટ મિડીયાનાં પત્રકારો, ફિલ્ડ વર્કરો અને સ્ટાફ જયારે પણ સમાજને જરૂર પડી છે ત્યારે પોતાની ફરજ કોઈપણ જાતનાં અટકાવ વિનાં કામગીરી સતત આપી રહ્યાં છે. કુદરતી આફત, લડાઈ, અતિવૃષ્ટિ, દુષ્કાળ સહિતનાં કપરાકાળમાં પણ ન્યુઝ ચેનલ તેમજ અખબારો સાથે સંકળાયેલાં પત્રકાર મિત્રો ફરજ બજાવે જ છે. જાખમ લઈને પણ સતત દોડતાં રહેલાં આ પત્રકાર મિત્રો જયારે કામ ઉપર હોય છે ત્યારે પોતાનાં પરિવાર, ઘર અને બાળકોને પણ ભુલી જતાં હોય છે અને બસ સતતને સતત અને બસ સતતને સતત લોકોનાં પ્રશ્નોને વાચા આપવામાં ધ્યાન કેન્દ્રિત કરતાં હોય છે. એક જામ અને જુસ્સાથી સમાજનાં આ ફ્રન્ટ લાઈન વોરિયર્સ ગણાતાં પત્રકારો કામ કરતાં હોય છે. આજે કોઈપણ શહેર કે જીલ્લો કે રાજય કે દેશ કયાંય પણ વિકાસની પ્રક્રિયા હોય અને જ્યાં વિકાસની જરૂરીયાત હોય તે બાબતનું પણ સતાધિશો સમક્ષ ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ આજ પત્રકારોએ અને અખબાર માલિકોએ સતાધિશોનું ધ્યાન કેન્દ્રિત કરેલ છે. એટલું જ નહીં દરેક શહેરનાં વિકાસનાં પાયામાં પણ જેમ અન્ય લોકો સંકળાયેલાં છે તેમ પત્રકારોનું યોગદાન પણ ભુલી શકાય તેમ નથી. આજે ગુજરાતનાં મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન પણ અવારનવાર મિડીયાને અને તેની કામગીરીને તુલનાત્મક સમીક્ષા કરે છે અને તેમની કામગીરીની પ્રશંસા વારંવાર કરતાં હોય છે. હાલ જયારે સમગ્ર દેશ અને દુનિયા કોરોના વાયરસ જેવી મહામારીમાં સપડાયેલો છે અને આ સંક્રમણને ખાળવા માટેનાં અનેક પ્રયાસો અને લોકજાગૃતિ અભિયાન સતત ચાલી રહ્યાં છે. ભારતમાં ર૪ માર્ચથી લોકડાઉન પ્રવર્તી રહેલ છે. આવા લોકડાઉનનાં શરૂઆતનાં દિવસોમાં કોરોનાના જે ખતરા અને ભયની કારણે ઘરની બહાર નીકળવું પણ ખતરાથી ખાલી રહેતું નહોતું અને હજુ પણ ખતરો રહેલો જ છે તેવા સંજાગોમાં પણ અખબાર નવેશો, ન્યુઝ ચેનલો અને તેમનાં પત્રકાર સહિતનો સ્ટાફ સતત પોતાની ફરજ બજાવી રહેલ છે. લોકોની વચ્ચે ઘુમીને પણ અને જાખમ લઈને પણ પોતાની ફરજ અદા કરવામાં પાછું વાળીને જાતાં નથી. અને સર્વે સમાજ જયારે મિડીયા જગતની કામગીરીને બિરદાવે છે જામનગરના એક પત્રકાર તથા અમદાવાદનાં કેટલાક પત્રકારો કોરોનાને કારણે ઘણુ ગુમાવવું પડયું છે. ત્યારે તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા રૂ.ર૦ લાખ કરોડનું વિવિધ વર્ગોને સમાવિષ્ટ પેકેજ જાહેર કરવામાં આવેલ છે તેમાં કયાંય પત્રકાર મિત્રો માટેનું સહાયનાં પેકેજની કયાંય યોજના જ નથી. આ તકે એક મહત્વની વાત પણ એ જ કરવાની કે રાજયભરનાં પત્રકારો કે અખબારી જગત સાથે સંકળાયેલા તંત્રી, સહતંત્રી, પત્રકાર મિત્રો, કેમેરામેન, ફોટોગ્રાફર સહિતનાં પર્સનને એક્રેડીશન કાર્ડ ધારા-ધોરણ મુજબ દર વર્ષે આપવામાં આવે છે અને જે કાંઈ ડોક્યુમેન્ટ જાતાં હોય તે પુરા પાડવામાં આવતાં હોય છે. ૩૦-૩૦, ૪૦-પ૦ વર્ષોથી આ રીતે એક્રેડીશન કાર્ડ અપાતાં હોય છે પરંતુ આ વર્ષે ર૦ર૦નાં વર્ષને છ માસ જેવો સમયગાળો હમણાં પુરો થશે પરંતુ તેમ છતાં સંખ્યાબંધ એવા પત્રકાર મિત્રો છે કે જેઓને એક્રેડીશન કાર્ડ પણ હજુ સુધી રીન્યુ થઈને ઈસ્યુ થયાં નથી તે સમાજ અને અખબાર જગત માટે ખતરાની ઘંટી સમાન છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews